ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાત: અહિયાં ઝડપાયુ હાઈપ્રોફાઈલ દેહવ્યાપારનું રેકેટ- યુવતીઓ પાસે દેહવેપાર કરાવી લાખો રૂપિયા બનાવ્યા

ગુજરાતમાં ઘણી વાર સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરનો વારો આવ્યો છે. ફરી એકવાર અમદાવાદ હાથે ચડી ગયું છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ, વિભાગ નંબર 2માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ તમામ ઘટનાની માહિતી પ્રાપ્ત થતા મહિલા ક્રાઈમે રેડ પાડી હતી. જેમાં બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર સંચાલક મહિલા, તેનો પતિ સહિત 3 ની ધરપકડ કરી લેવામાં આવી હતી, સાથે-સાથે 1 દલાલ વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, શ્યામલ રો-હાઇસના એક મકાનમાં છેલ્લા બે વર્ષથી 15 હજારના ભાડે એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં આ પરાક્રમ ચાલતો હતો. ત્યાં આવતા ગ્રાહકો પાસેથી મોટી માત્રામાં વસૂલાત કરાતી હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ તમામ ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની જાણકારી મહિલા ક્રાઈમ ટીમને મળી હતી. ત્યારે મહિલા ક્રાઈમની ટીમ જાગૃત બનીને મળેલી માહિતીના આધારે રેડ કરવા પહોંચી હતી. મહિલા ટીમે તેના માટે એક પોતાનો ગ્રાહક બનાવીને ત્યાં મોકલ્યો હતો અને ત્યારબાદ મકાન નંબર 40માં રેડ પાડતા ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી.

પોલીસે આ સમગ્ર ઘટનાના સંચાલક દંપતી ગણાતા આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા તેના પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી હતી, અને ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મહિલા પોલીસ ટીમે સેક્સ રેકેટમાં વધુ તપાસ કરી તો એવું સામે આવ્યું કે, સંચાલક આશા ઉર્ફે રીતુ અને તેનો પતિ તુષાર બે વર્ષથી શ્યામલ રો-હાઉસમાં એક મકાન ભાડે રાખ્યું હતું. અને દરમહિને મકાનનું ભાડું 15 હજાર રૂપિયા ચૂકવતા હતા. જે ગ્રાહકો આવે તે લોકોને ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે રૂમમાં મોકલતા અને ગ્રાહક પાસેથી મોટી-મોટી રકમ ઉઘરાવતા હતા. મહિલા ક્રાઈમ પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અહીં મોકલતો હતો.

આશા અને તુષાર ઉઝબેકિસ્તાનની યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા. ઉસ્માનને પાંચ હજાર આપીને યુવતીઓ મંગાવવામાં આવતી હતી. ઉઝબેકિસ્તાનની યુવતીઓ આ જ ઘરમાં રહેતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી, જેથી આસપાસના લોકોને થોડી પણ શંકા ન જાય. પરંતુ તેમનું આ રેકેટ બહુ લાંબુ ચાલ્યું નહોતું. મહિલા ક્રાઈમ ટીમ દ્વારા સેક્સ રેકેટ ચલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી આનંદનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. અહિયાં ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં દેહવ્યાપાર કરતા સ્પા સેન્ટરો પણ મોટાપાયે ધમધમી રહ્યા છે, છતાં કોની મહેરબાનીઓ તળે તેમને ચલાવવા દેવામાં આવે છે. સમાજમાં દૂષણ ફેલાવનારા દલાલો તંત્ર સહિત પોલીસની લાલચ અને પૈસાના જોરે દબાવે છે અને આવા ધંધા ચાલતા રહે છે. ખરેખર આવી ઘટનાઓ સામે આવતા સમજમાં શરમજનક સ્થિતિ ઉભી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: