યુવાનોમાં સતત વધતો જતો હેડફોનનો ઉપયોગ બની રહ્યું છે મીઠું ઝેર -શરીર માટે એટલું નુકસાનકારક છે કે…

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. વોકમેનના સમયથી હેડફોનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હંમેશાં…

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. વોકમેનના સમયથી હેડફોનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હંમેશાં સૂચના આપવામાં આવતી હોય છે કે, હેડફોનનો લાંબા સમયગાળાના ઉપયોગ કાન માટે યોગ્ય નથી.

ઘણીવખત ભારતીય સેનામાં પણ કેટલાંક લોકો હેડફોનના અતિશય ઉપયોગને લીધે ભરતી થયા ન હતા. આની સાથે જ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હેડફોનનો ઉપયોગમાં ખુબ વધારો થઈ રહ્યો હોય એવું જાણવા મળી રહ્યું છે.

મોટાભાગના લોકોને ઘરે બેઠાં કામ કરવું પડતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે પણ ઓનલાઇન વર્ગ હોય છે. આવી પરિસ્થિતિમાં ઇયરફોનનો ઉપયોગ સતત વધી ગયો છે. જયારે ડોકટરો જણાવે છે કે, કાનમાં દુખાવો, અગવડતા તથા ચેપની ફરિયાદો તેમની પાસે આવી છે.

તબીબી નિષ્ણાતો જણાવે છે કે, છેલ્લા 8 મહિનાથી લોકો કલાકોથી હેડફોનનો ઉપયોગ કરતાં હોય છે, જેને લીધે ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં આવેલ જેજે હોસ્પિટલના ઇએનટી વિભાગના વડા ડો. શ્રીનિવાસ ચવ્હાણ જણાવતાં કહે છે કે, આ તમામ ફરિયાદો સીધી હેડફોનના લાંબા સમય સુધી ઉપયોગથી સંબંધિત રહેલી છે.

તેમણે જણાવ્યું છે કે, આવી ફરિયાદો સાથે હોસ્પિટલના કાન, નાક તથા ગળા વિભાગમાં દરરોજ કુલ 10 જેટલા લોકો આવે છે. જેમાંથી મોટાભાગના લોકો હેડફોનનો ઉપયોગ સતત 8 કલાક સુધી કરતાં હોય છે, જેથી કાન પર ભાર પડે છે તેમજ ચેપ ફેલાય છે.

જયારે કેટલાક લોકોને અવાજ સાંભળવાની ક્ષમતા નબળી પડી રહી છે. જો લોકો તેમની આદતોમાં બદલાવ લાવશે નહિ તો તેમના કાનને કાયમી નુકસાન થઈ શકે છે. કાનના મીણથી સૂક્ષ્મજંતુઓ કુદરતી રીતે મૃત્યુ પામે છે તેમજ ચેપ થતો અટકાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *