કેન્સર-હ્રદયરોગ સહિત ઘણા રોગો માટે રામબાણ ઇલાજ છે આ એક માત્ર ઔષધી. જાણો વધુ

609
TrishulNews.com

વર્ષોથી આયુર્વેદમાં અશ્વગંધાનું એક કારગર ઔષધી તરીકે ખૂબજ મહત્વ છે. તેનો ઉપયોગ જડીબુટી તરીકે કરવામાં આવે છે. અશ્વગંધા સોજો ઉતારવા, તણાવ ઓછો કરવા, સ્વસ્થ્ય હ્રદય માટે ખૂબજ ઉપયોગી છે. ઉપરાંત તે એક શ્રેષ્ઠ એન્ટિબાયોટિક છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ નીચે લાવે છે. અશ્વગંધા શારીરિક અને માનસિક બંન્ને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

અશ્વગંધા કેન્સર પર રાહત આપે છે

ઘણાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે, અશ્વગંધા ટ્યુમર સેલ નાશ કરવામાં અને કીમોયોથેરોપીની ખરાબ અસરને ઓછી કરવામાં મદદ કરે છે.

ફાયદાકારક છે સંધિવા માટે 

અશ્વગંધા સંધિવા મટાડવા માટે ખૂબજ અસરકારક છે. તે સોજો મટાડે છે અને દુખાવો પણ ઓછો કરે છે.

બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરે

અશ્વગંધામાં બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરવાનો ઔષધિય ગુણ છે. તેના સેવનથી મૂત્રજનન, જઠરાંત્ર અને શ્વસન તંત્રના સંક્રમણમાં મદદ કરે છે.

ઘા ભરવામાં ઉપયોગી

અશ્વગંધાની ડાળીને વાટીને પાણી સાથે એક ચીકણી પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ઘામાં જલદી રૂઝ આવે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અશ્વગંધા

અશ્વગંધાના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત એનીમિયા મટાડવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસનો ઇલાજ માટે

ડાયાબિટીસની સારવાર માટે અશ્વગંધા ખૂબજ ઉપયોગી છે. નિયમિત ચાર અઠવાડિયા સુધી અશ્વગંધા લેવાથી લોહીમાં સુગરનું લેવલ ઘટાડે છે.

પ્રજનન ક્ષમતામાં સુધારો કરે

અશ્વગંધાના સેવનથી પ્રજન ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી વીર્યની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તણાવમાં પણ ઘટાડો થાય છે.

થાઈરોઈડ માટે ઉપયોગી છે અશ્વગંધા

અશ્વગંધા થાઇરોઈડ ગ્રંથીને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. જે થાઇરોઇડ હોર્મોનના સ્ત્રાવમાં પણ વૃદ્ધિ કરે છે.

અશ્વગંધા માંસપેશિઓ મજબૂત બનાવે છે અને તેની નબળાઇને પણ દૂર કરે છે.

અશ્વગંધામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ અને સાઈટોપ્રોટેક્ટિવ મોતિયાબિંદ સામે રક્ષણ આપે છે.

સ્કિન પરની કરચલી અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે અશ્વગંધા.

અશ્વગંધા વાળને ખરતા અટકાવે છે અને સમય કરતાં વહેલા સફેદ થતા અટકાવે છે.

નોંધ: ગર્ભવતી મહિલાઓએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઇએ. તેનાથી ગર્ભપાત થવાની પણ શક્યતા રહે છે.

Loading...

Loading...