લગ્નના 6 મહિના પહેલા ફીટ દેખાવા માટે શરુ કરો આ ડાયટ -100% મળશે પરિણામ

Published on: 3:06 pm, Thu, 21 October 21

જ્યારે કોઈ છોકરીના લગ્નમાં થોડાક જ મહિનાઓ બાકી હોય છે. ત્યારે તેના મનમાં એક ટેન્શન ઉભું થાય છે. લગ્ન તેમના જીવનનો શ્રેષ્ઠ સમય હોય છે. તે ઉપરાંત, કન્યા બનેલી છોકરીના મનમાં હજારો પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રશ્નોમાં, છોકરી તેના દેખાવ અને ડ્રેસ વિશે વારંવાર વિચાર કરતી હોય છે. તેના મનમાં વારંવાર પ્રશ્ન ઉભા થતા હોય છે કે તે લગ્નના દિવસે કેવી દેખાશે. લગ્ન દરમ્યાન તે કેવી દેખાશે. મોટાભાગની છોકરીઓ લગ્નમાં પતલી દેખાવા માંગે છે.

બીજી બાજુ, જો તેનું વજન વધ્યું હોય તો પછી તે થોડા મહિનાઓમાં પોતાના વધેલા વજનને કેવી રીતે ઘટાડી શકશે. દરેક છોકરી હંમેશા તેના લગ્નના દિવસે તેને શ્રેષ્ઠ દેખાવાનું વિચારતી હોય છે. આજે અમે તમારી સમસ્યા હલ કરી શકીએ છીએ. અહીં અમે તમને કન્યાના લગ્ન પહેલાના આહાર વિશે જણાવીશું, જેને અપનાવીને તમે લગ્નના 6 મહિના પહેલા સારી ફિગર મેળવી શકો છો.

લગ્નના 6 મહિના પહેલાની ડાયટ:

સવારે: 5 થી 6 બદામ સાથે ગ્રીન ટી

સવારનો નાસ્તો: ઓટ્સ અથવા ઈડલી સંભારનું સેવન કરી શક્ય છે. આ સિવાય તમે સવારના નાસ્તામાં સંતરાનો રસ, ઓમેલેટ પણ ખાઈ શકો છો.

સ્નેક: મગફળીનું સલાડ અથવા ફણગાવેલું સલાડ.

લંચ: બપોરના ભોજનમાં તમારે દાળ, રોટલી કે ભાત, શાકભાજી, દહીં ખાવા જોઈએ.

સાંજનો નાસ્તો: તેમાં તમે મુઠ્ઠીભર મખાના ખાઈ શકો છો.

રાત્રિભોજન: રાત્રિભોજનમાં, તમે દાળ અને શાકભાજી રોટલી ખાઈ શકો છો.

લગ્નના 10 દિવસ પહેલાનું ખાવા પીવાનું.

સવારે: ગ્રીન ટી

બ્રેકફાસ્ટ: પપૈયું, કેળા અથવા પાલકની સ્મૂધી

નાસ્તો: 2 બાફેલા ઇંડા અથવા ચણાનો કચુંબર

બપોર: દાળ, શાકભાજી, રોટલી

રાત્રિભોજન: કચુંબર સાથે શાકભાજી અને કચુંબર સાથે એક બાઉલ દાળ

સાથે જ લગ્ન પહેલા આ બાબતોનું ધ્યાન રાખો.
દરરોજ 45 મિનિટ સુધી કસરત કરવી જરૂરી છે. દરરોજ 4 લિટર પાણી પીવો અને તમારે દારૂના સેવનથી દૂર રહેવું પડશે, આ ઉપરાંત તમારે હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરવો પડશે.