ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આરોગ્યમંત્રી કુમાર કાનાણી જ સોશિયલ ડીસ્ટન્સ અંગેનું ભાન ભૂલ્યા- માસ્ક વગર પહોચ્યા કાર્યક્રમમાં

આજકાલ સૌને ખબર છે કે, દેશમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે.એવામાં સાવચેતી રાખવી તેમજ વારંવાર હાથ ધોવા એકબીજા સાથે યોગ્ય અંતર બનાવીને જ રાખવું તેવી ગાઈડ લાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ ઘણી વખત સરકારના મંત્રીઓ જ તેનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે.

આવી જ એક ઘટના સુરત ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ સોશિયલ ડિસ્ટન્સિગના ધજાગરા ઉડાડ્યા છે તેવી સામે આવી છે. તેઓ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ચેક વિતરણ કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. અને તેમણે તેમાં માસ્ક પહેર્યા વગર જ ફોટોસેશન કરાવ્યું હતું.એટલું જ નહીં આ દરમિયાન તેઓએ એકબીજા થી યોગ્ય અંતર પણ જાળવ્યું ન હતું અને ફોટોસેશન માં મસ્ત રહ્યા હતા.

આવી રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આરોગ્ય મંત્રી કોરોના ને નિમંત્રણ આપી રહ્યા છે. આમ તો સરકાર ઘણી મોટી મોટી વાતો કરતી હોય છે. પરંતુ સરકારના મંત્રીઓ જ આ વાતને નેવે મૂકીને કામકાજ કરતા નજરે ચડયા છે. હવે જોવાનું એ રહ્યું કે શું મંત્રી કુમાર કાનાણી અને અન્ય લોકો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? કે આ કાયદો ફક્ત સામાન્ય જનતાને જ લાગુ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: