રાજ્યની ચિંતા કરવાને બદલે લોકડાઉન તોડી આરોગ્યમંત્રી ટોળા ભેગા કરી સિક્કા પાડી રહ્યા છે- જુઓ તસ્વીરો

ગુજરાતરાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણી રાજ્યના સાડા છ કરોડ લોકોને કોરોનાના ભયના ઓથાર નીચે મૂકી રોડ શો જેવા નાટકો કરી પોતાના સમર્થકો અને ચાહકો સાથે…

ગુજરાતરાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણી રાજ્યના સાડા છ કરોડ લોકોને કોરોનાના ભયના ઓથાર નીચે મૂકી રોડ શો જેવા નાટકો કરી પોતાના સમર્થકો અને ચાહકો સાથે ફોટો સેશન કરાવી રહ્યા હોય તેવા ફોટો પોતાનાજ ફેસબુક પર મુક્યા છે.

એક રંગોળી આર્ટીસ્ટ યુવતીના રોડ પર ચીતરેલા ફોટો નિહાળવા આવેલ આરોગ્ય મંત્રી કાનાણી ને જોવા આરોગ્ય અને રાજ્યસરકારના નિયમોને નેવે મૂકી ભીડ ભેગી થઇ હતી.

લોકડાઉનના મહત્વને સમજી ન શકનારા કાનાણી સાથે પોલીસ પણ દેખાઈ રહી છે. સોસાયટી ટેરેસ પર ૫-૭ લોકો બેઠા હોય તો પણ ડ્રોન ની મદદથી ફરિયાદ દાખલ કરતી પોલીસ જ આ રોડ શો જેવા કાર્યક્રમમાં હાજર છે, જે જોઇને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર આ વાઈરલ થયેલા ફોટો સુરતના ઉતરાણ વિસ્તારના શાંગ્રીલા હાઈત્સના છે. જેની નજીકમાં જ SMC નું કોરોના રેડઝોન આવેલું છે. આ રેડ્ઝોન થી 1 કિલોમીટર દુર આવી ભીડ પોતાના સ્વાગત માટે ભેગી કરવામાં આવી કે જાતે ભેગી થઇ તે તપાસનો વિષય છે.

આ ફોટો વાઈરલ થતા ગુજરાત પોલીસનો અંતરાત્મા જાગે અને કોઈ ફરિયાદ દાખલ કરે તો નવાઈ નહી! ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી કુમાર કાનાણી આરોગ્ય મંત્રીની લાયકાત ધરાવતા નથી તેવી વાતો સોશિયલ મીડીયામાં થઇ રહી છે. સુરતમાં સોશિયલ મીડીયામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, કુમાર કાનાણી આરોગ્ય મંત્રી હોવા છતાં રાજ્યની પ્રજાલક્ષી કામ કરવાને બદલે સોસાયટીઓમાં સેનેટાઈઝર છાંટી ને કોર્પોરેટર લેવલનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *