પોલીસ વાનમાં જોવા મળ્યો જીગ્નેશ મેવાણીનો પુષ્પા અંદાજ, જુકેગા નહિ…- જાણો હવે પોલીસ શું પગલા લેશે

ગુજરાત(Gujarat): કોકરાઝાર(Kokrajhar)ની કોર્ટ દ્વારા ગુજરાતના MLA જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)ને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જતા સમયે જીગ્નેશ મેવાણીએ…

ગુજરાત(Gujarat): કોકરાઝાર(Kokrajhar)ની કોર્ટ દ્વારા ગુજરાતના MLA જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)ને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જતા સમયે જીગ્નેશ મેવાણીએ પુષ્પા(Jignesh Mevani Pushpa) અંદાજમાં જુકેગા નહિ… તેવી રીતે દાઢી નીચે હાથ ફેરવ્યો હતો. હાલમાં જીગ્નેશ મેવાણીનો પુષ્પા અંદાજમાં કરી રહેલ એક્શનનો વિડીયો સામે આવ્યો છે.

પરંતુ જણાવી દઈએ કે, જીગ્નેશ મેવાણીની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આસામ પોલીસ દ્વારા આ અંગે રવિવારના રોજ આ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારના રોજ રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યા હતા. આસામ પોલીસે ટ્વિટમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આપત્તિજનક ટ્વિટને લઈને જીગ્નેશ મેવાણીની થઇ હતી ધરપકડ:
અત્રે ઉલ્લેખનીય છે કે, MLA જીગ્નેશ મેવાણી પોતાના ટ્વિટ લખ્યું છે કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ.

આ ટ્વીટના સંદર્ભમાં, ઉપરોક્ત માટે જીગ્નેશ મેવાણી સામે IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 153 (A) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (A) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *