દેશના આ પાંચ રાજ્યોમાં પડશે ભયંકર ગરમી, 47 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન

Published on Trishul News at 12:47 PM, Mon, 25 May 2020

Last modified on May 25th, 2020 at 12:47 PM

ઉત્તર ભારતના ઘણા ભાગમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે થયા બાદ હવામાન વિજ્ઞાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં આગલા બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના ક્ષેત્રીય વાતાવરણ વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ કુલદિપ શ્રીવાસ્તવે કહ્યું છે કે હવામાન વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશમાં થનારા લૂ ની સંભાવનાને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે આગલા બે ત્રણ દિવસમાં કેટલાક ભાગમાં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. શ્રીવાસ્તવે કહ્યું કે ગરમીના વાતાવરણમાં આ પહેલીવાર છે જ્યારે હિટ વેવ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. શનિવારના રોજ રાજસ્થાનના પિલાની માં ૪૭.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

દિલ્હી NCR માં લાગશે લૂ

દિલ્હી NCR સહિત મેદાન વિસ્તારમાં આવતા રાજ્યોમાં આગળના થોડાક દિવસોમાં તાપમાન વધુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર ભારતમાં લુ ચાલવાના કારણે શહેરમાં આગલા ત્રણ અને ચાર દિવસમાં ભીષણ ગરમી પડવાનું અનુમાન છે. સોમવાર એટલે કે આજરોજ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે.

ક્યારે મળશે ગરમીમાંથી રાહત?

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે લૂના કારણે ભીષણ ગરમી પડી રહી છે. આ ક્રમ આગળ પણ ચાલુ રહેશે. 28 મેની રાત બાદ તેમાં હળવાશ અનુભવવાનું અનુમાન છે. ત્યાર બાદ ઝડપી પવન સાથે વરસાદ થઈ શકે છે જેના બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે અને તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીમાં 29 મેના રોજ ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધૂળ ભરેલી આંધી આવવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "દેશના આ પાંચ રાજ્યોમાં પડશે ભયંકર ગરમી, 47 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન"

Leave a comment

Your email address will not be published.


*