હાથ ના કર્યા હૈયે વાગે : પાક.માં ભારે મોંઘવારી, સ્થિતિ વધુ ખરાબ બનશે..

Hands-on without crying: Heavy inflation in crop, situation will get worse ..

159
TrishulNews.com

70 નાબુદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને વ્યાપાર સહીતના સંબંધોને તોડી નાખ્યા છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાને પોતાના જ પગ પર કુવાડો મારવાનું શરૂ કરી દીધુ કેમ કે ભારત સાથેના વ્યાપાર સંબંધો તોડી નાખવાથી પાકિસ્તાનની આિર્થક સિૃથતિ વધુ પાયમાલ થઇ શકે છે.

આ અંગેનો ખતરો પાકિસ્તાનના વ્યાપારીઓ તો વ્યક્ત કરી જ રહ્યા છે સાથે પાક. નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ભારત સાથે વ્યાપાર સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત ન લેવાયો તો આગામી દિવસોમાં પાકિસ્તાનની સિૃથતિ વધુ કરોડી બની શકે છે. જે સમયે વ્યાપાર સસ્પેન્ડ કરવામાં આવ્યો તે જ સમયે અનેક ટ્રક પાકિસ્તાન તરફથી માલ સામાન ભરીને આવી રહ્યા હતા પણ તેને સરહદે જ અટકાવી દેવાયા હતા. આ ટ્રકો લાહોર, કરાચી અને રાવલપીંડીના હતા.

જ્યારે આ ટ્રકો ભારત સરહદે આવ્યા ત્યારે અટારી બોર્ડર પર તેને અટકાવી દેવાયા હતા કેમ કે કસ્ટમ ડયુટીમાં અચાનક વૃદ્ધી કરવામાં આવી હતી, ભારતીય વ્યાપારીઓએ જ આ માલ નહોતો સ્વીકાર્યો.

પાકિસ્તાનનું માર્કેટ મોટા ભાગે ભારત પર જ નિર્ભર છે, સૃથાનિક વસ્તુઓની નિકાસ તે ભારત સાથે કરે છે જ્યારે સામેપક્ષે અનેક એવી વસ્તુઓ છે કે જેની તેને જરૂર હોવાથી ભારત પાસેથી જ ખરીદવી પડે તેમ છે, અન્ય દેશો કરતા પાકિસ્તાનને ભારત પાસેથી વધુ સસ્તો માલ સામાન મળી રહે છે.

પાકિસ્તાનમાં હાલ ટમેટાની અછત ઉભી થઇ ગઇ છે. આ ઉપરાંત અન્ય શાકભાજીઓ પણ મોંગી થઇ ગઇ છે. લોકો હાલ પાકિસ્તાનમાં મોટા પાયે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.  અલગતાવાદીઓએ અનેક વખત કાશ્મીરમાં બંધની જાહેરાત કરી હતી તે સમયે પણ સુરક્ષા અને હિંસાને ધ્યાનમાં રાખીને સૈન્ય ખડકાયું હતું સાથે કર્ફ્યૂ  પણ લદાયો હતો.

Loading...

Loading...