હવામાન વિભાગની આગાહી સાથે ચેતવણી- ગુજરાતના આ જિલ્લાઓમાં 5 દિવસ અતિભારે વરસાદ ખાબકશે

ગુજરાત(Gujarat): હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 5 દિવસ અતિભારે વરસાદ(Heavy rain)ની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી કરતા જણાવ્યું છે કે, ‘અરબી સમુદ્રમાં…

ગુજરાત(Gujarat): હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 5 દિવસ અતિભારે વરસાદ(Heavy rain)ની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી કરતા જણાવ્યું છે કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થવાને કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.’

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ગઇકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ત્યાર પછી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદના અખબારનગર, RTO સર્કલ, જુના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને લઈને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અમદાવાદમાં વરસાદને કારણે અખબારનગરથી નવા વાડજ બાજુ જવાના રસ્તા પર ઝાડ ધરાશાઈ થયું હતું. અચાનક ઝાડ પડવાને કારણે એક બાઈક ચાલક ઝાડ નીચે ફસાઈ ગયો હતો. પોલીસ અને સ્થાનિક દુકાનદારોની મદદથી તેને બહાર કાઢી 108ના માધ્યમથી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, અનેક અરજી કરી હતી પણ પ્રશાસન દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *