સુરતમાં મેઘરાજા થયા મહેરબાન: સુરતની સાથે સાથે આ વિસ્તારમાં 11 ઇંચ વરસાદ. જુઓ વિડીયો

વડોદરા પછી હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ઉમરગામ, કપરાડા, ડાંગ વગેરેમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે…

વડોદરા પછી હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ઉમરગામ, કપરાડા, ડાંગ વગેરેમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. સૌથી વધુ કપરાડામાં 10.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો વઘઇમાં 7.36 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વાપીમાં 9.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની મહેર…

સુરતમાં છેલ્લા કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. માંગરોળ 11 ઇંચ અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. કિમ, માંડવી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. કિમ ચારરસ્તા ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી દુકાનમાં ઘૂસ્યા છે. તો રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે દુકાનદારો અને વાહન ચાલકો પરેશાન થયા છે.

  • ઉમરગામ 3.68 ઇંચ 
  • કપરાડા 10.44 ઇંચ 
  • ધરમપુર 5.08 ઇંચ 
  • પારડી 6.76 ઇંચ 
  • વલસાડ 4.48 ઇંચ 
  • વાપી 9.24 ઇંચ 
  • આહવા :4.2 ઇંચ 
  • વઘઇ 7.36 ઇંચ
  • સાપુતારા 4 ઇંચ
  • સુબિર 2 ઇંચ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ગત રોજથી બન્યો છે. વલસાડ જિલ્લામાં મેઘમહેર છેલ્લા 24 કલાક થયું છે. અનેક જિલ્લાઓના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આખી રાત અનરાધાર વરસાદ વરસ્યો છે. મધ્ય રાતથી શરૂ થયેલી મેઘરાજાની ધુંઆધાર બેટિંગ જોવા મળી. વલસાડમાં ભારે વરસાદને પગલે ખાનગી શાળાઓએ રજા જાહેર કરી છે. વલસાડના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હજી પણ મૂશળધાર વરસાદ શરૂ છે. મધ્ય રાતથી શરૂ રહેલું વરસાદી જોર હજી પણ યથાવત છે. ઠેર ઠેર ખુલ્લી જગ્યાઓ તળાવોમાં ફેરવાઈ છે. નદીઓમાં ઉમરગામ તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો ઉમરગામની વારોલી ખાડીના પાણી ટીભીં ગામેં માછીવાડમાં ઘૂસ્યા છે. ઉમરગામની વારોલી ખાડી બે કાંઠે વહેલી થઈ છે. મહારાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને પગલે વારોલી ખાડીમાં નવુ પાણી જોવા મળ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની નદીઓમાં પાણીની સપાટી વધી છે. કોલક નદીની પાણીની સપાટી વધી છે, જેને લઈ પારડી તાલુકામાં આવેલ બે અલગ અલગ જગ્યાના કોઝવે ડૂબાણમાં આવ્યા છે. પાટી અને અરનાળા વચ્ચેનો કોઝવે ધોવાયો છે. તો બીજી તરફ ગોઈમાં અંભેટી વચ્ચેનો કોઝવે પણ ડૂબાણમાં આવ્યો છે. એક તરફ વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે, તો ગામ લોકો હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલ લોકો પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે. કપરાડા તાલુકાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કપરાડા તાલુકામાં આવેલ અલગ અલગ વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ છે. કપરાડામાં જોગવેલ ગામથી બજુર અને બુરહાન ફળિયાને જોડતો કોઝવે પાણીમાં ડૂબ્યો છે. તો બીજી તરફ માંડવા અને વારોલી રોડ જતો કોઝવે પાણીમાં ડૂબ્યો છે. જેને પગલે વહેલી સવારેથી જ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. લોકો પોતાના જીવના જોખમે જ પોતાના રોજિંદા કામ અર્થે જવા નીકળ્યા છે.

ડાંગ જિલ્લા અવિરત વરસાદ યથાવત.

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદનું જોર યથાવત છે. જેને પગલે ૮ કોઝવે પાણીમાં ગરક થઈ ગયા છે. ૩૦થી વધુ ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા બન્યા છે. સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. સાપુતારામાં ઝીરો વિઝીબીલીટીને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. તો સ્થાનિક લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *