હવામાન ખાતાની મોટી આગાહી- આગામી બે દિવસ ગુજરાતના આ વિસ્તારમાં પડશે અતિ ભારે વરસાદ 

ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઇને હવામાન ખાતા(Meteorological Department) દ્વારા વધુ એક મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઇને હવામાન ખાતા(Meteorological Department) દ્વારા વધુ એક મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ(Heavy rain forecast) ખાબકશે. હવામાન ખાતા દ્વારા સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના આ વિસ્તારોમાં રહેશે સામાન્ય વરસાદ:
જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ ખાબકી શકે છે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ:
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આણંદ, ખેડા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી ખાબકી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ તાલુકામાં વરસ્યો વરસાદ:
અમે તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં સૌથી વધારે જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ અને ક્વાંટમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. જયારે કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ અને બોડેલીમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ અને મહુવામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. જયારે વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *