ભારે વરસાદ થી ગુજરાત જળબંબાકાર : 30નાં મોત

Heavy rainfall in Gujarat: 30 dead

Sponsors Ads

ગુજરાતભરમાં ચોમાસાની મોસમે ‘દેર આયે પર દુરસ્ત આયે’ જેમ મોરચો સંભાળી લીધો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વર્ષ 1979 બાદ રાજકોટમાં પ્રથમવાર શ્રાવણ અને ઓગસ્ટમાં ભારે વરસાદ પડયો છે. આજે દિવસ દરમિયાન મોરબી જિલ્લાના ટંકારામાં સૌથી વધુ 10.55 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Sponsors Ads

સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં કડીમાં 13 ઈંચ જેટલા ભારે વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સિૃથતિ સર્જાઇ હતી તો મહેસાણા જિલ્લામાં પણ 7 ઈંચ જેટલો વ્યાપક વરસાદ થયો હતો. ભારે વરસાદને લીધે આજે રાજ્યભરમાંથી 30 લોકોના મૃત્યુ થયા છે. ભારે વરસાદથી પાણીની સમસ્યાથી હાશકારો થયો છે .


Loading...

જ્યારે ખેડૂતોએ  પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 23 ડેમ હાઇ એલર્ટ પર રખાયા છે. ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે 18 એનડીઆરએફ, 11 એસવીઆરએફની ટૂકડીઓ રાહતકાર્યમાં કામે લગાડી છે. આર્મીની બે ટૂકડીઓ રાજકોટ રવાના કરાઇ છે. .

Sponsors Ads

ધાંગધ્રા પાસે વાવડીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે ઉપસિૃથત રહીને વરસાદની પરિસિૃથતિની સમિક્ષા કરી હતી અને સમગ્ર રાજ્યના વહિવટી તંત્રને પૂર અને ભારે વરસાદની સિૃથતિને નિયંત્રણમાં લેવા જરૂરી પગલાંઓ લેવા તાકીદ કરી હતી.

ગુજરાતમાં ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા બાદ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસિૃથતીનુ નિર્માણ થયુ છે. વરસાદી પાણી ભરાતા લોકોને સલામત સૃથળે ખસેડવામાં આવી રહ્યા છે. આખી રાત વરસાદ વરસતાં અમદાવાદ શહેર ય પાણી પાણીથયુ છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગે હજુય બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે . આ જોતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી વરસાદની પરિસિૃથતીની સમિક્ષા કરી હતી. વરસાદની સિૃથતીનુ આકંલન કરી રાજ્ય સરકારે આર્મી અને એરફોર્સને પણ સજજ રહેવા આદેશ કર્યો છે. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરફીની ટીમોને પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

આજે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યની વરસાદની સિૃથતીની સમિક્ષા કરી હતી. કલેક્ટર સહિતના ઉચ્ચ અિધકારીઓ ઉપરાંત તંત્રને સાબદા રહેવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ માહિતી આપી કે, અત્યાર સુધીમાં 6 હજાર લોકોને સલામત સૃથળે ખસેડાયાં છે.

સુરેન્દ્રનગરના ધ્રાગ્રધા પાસે વાવણી ગામમાં એક ટ્રેક્ટર વરસાદી પાણીમાં ફસાયુ હતું જેમાં ફસાયેલાં લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જામનગરના બાલંભા ગામમાં પણ એક મહિલાને હેલિકોપ્ટરથી બચાવાઇ હતી.

વરસાદની પરિસિૃથતીને જોતા રાજ્યમાં 18 એનડીઆરએફ અને 11 એસડીઆરએફની ટીમોને રાહતકાર્યમાં કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત એરફોર્સ અને આર્મીને પણ સજ્જ રહેવા આદેશ અપાયો છે. આર્મીની બે ટીમો ઉપરાંત એનડીઆરએફની ટીમોને રાજકોટ મોકલવામાં આવી રહી છે.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...