હવામાન વિભાગે આપી ચેતવણી: ગુજરાતમાં 40 પ્રતિ કલાકની ઝડપે આવી શકે છે…

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે…

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ છે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ છે. આમ છતાં હજુ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. આગામી તારીખ 30માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.30 માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સવારે 6 થી 12 મા રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળ, અરવલ્લીના મોડાસામા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બેચરાજીમા પણ 1.5 ઇંચ વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 30 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 30 ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ‌ ‌ગુજરાતમાં‌ ‌ભારે‌ ‌વરસાદની‌ ‌આગાહી‌ કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 30 જૂને એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે: હવામાન વિભાગ

ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવી શકે છે. જેમાં પવનની ગતિ 40 km પ્રતિ કલાકની રહી શકે છે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અને દેવભૂમિ દ્વારકામાં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે.

હવામાન ખાતાની ચેતવણી મુજબ, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવનની સાથે મધ્યમ વરસાદ આવી શકે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલગ અલગ સ્થાનો પર વરસાદ આવવાની શક્યતા છે.  હવામાન વિભાગની માહિતી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ અને દાહોદ માં આગામી 3 કલાકમાં અસર થઈ શકે છે.

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં બુધવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.

શુકવાર થી રવિવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *