ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાત સહીત આ રાજ્યોમાં ભારે વરસાદથી 161ના મોત, 1.61 લાખ લોકો થયા બેઘર. જાણો બીજા શું હાલ છે ?

હાલમાં દક્ષિણ ભારતમાં મેઘરાજાએ વરસાદનો ધરવ કરી દીધો છે. ખાસ કરીને ગુજરાત અને સાઉથના રાજ્યોમાં વરસાદે હદ પાર કરી દીધી છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અને હજુ 42 કલાકની આગાહી પણ કરવામાં આવી છે. આવા ધોધમાર વરસાદના કારણે લોકો મુંજાયા છે. લોકોના કામ-ધંધા બંધ થઇ ગયા છે. અને લોકો ઘરે બેઠા-બેઠા વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. અને આ વરસાદમાં અનેક લોકોના ઘર ડૂબ્યા છે. અને અનેક ના ખેતરો ડૂબ્યા છે. આખરે વાત કરીએ તો આ ભારે વરસાદના કારણે લોકનું કામકાજ ઠપ થઇ ગયું છે.

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદથી થયેલી ઘટનાઓમાં 72 કલાકમાં 161 લોકોનાં મોત થઇ ગયા. કેરળમાં 67, કર્ણાટકમાં 32, મહારાષ્ટ્રમાં 40 અને ગુજરાતમાં 22 લોકોનો વરસાદે ભોગ લીધો. આ રાજ્યોમાં સેના,એનડીઆરએફ અને એસડીઆરએફ તહેનાત છે. કર્ણાટકમાં છેલ્લા 45 વર્ષમાં સૌથી ભીષણ પૂર આવ્યું છે. અહીં 17 જિલ્લામાં સ્થિતિ ખરાબ છે. આશરે 1.61 લાખ લોકો બેઘર થઇ ગયા છે. તેમને 664 શિબિરોમાં આશ્રય અપાયો છે. રાયચુરમાં નારાયણપુર બંધની પાસે પુરમાં ઘેરાયેલી ગર્ભવતી મહિલા સહિત 6 લોકોને વાયુદળે એરલિફ્ટ કરી બચાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અહીં હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.

મહારાષ્ટ્ર: 4.24 લાખ લોકોને રાહત કેમ્પોમાં પહોંચાડાયા

કેરળમાં અત્યાર સુધી 2.27 લાખ લોકોને 1551 રાહત શિબિરોમાં રખાયા છે. ભેખડો ધસી પડવાને કારણે 13 ટ્રેનો રદ કરાઇ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડ પહોંચી પુરનું નિરિક્ષણ કર્યું હતું.

દેશનો હાલ: 5 રાજ્યોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ 5 રાજ્યોમાં 24 કલાકમાં અતિ ભારે અને 18 રાજ્યોમાં બહુ ઓછો વરસાદ પડ્યો. કેરળમાં સૌથી વધુ 81.9 મિમી વરસાદ નોંધાયો. જે સામાન્ય કરતા 390 ટકા વધુ છે. ત્યાર બાદ ગુજરાતમાં 69.0 મિમી વરસાદ થયો. જે સામાન્ય કરતા 732 ટકા વધુ છે. સમગ્ર દેશમાં સામાન્યથી 4 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવે શું? 17 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન ખાતાએ 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તેમાં કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામ સામેલ છે.

દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર અરબ સાગર ક્ષેત્રોમાં પવન આશરે 55 કિમીની ઝડપે ફૂંકાવવાની સંભાવના છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: