લો પ્રેશર સક્રિયા થતા ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે ભારેથી અતિભારે વરસાદ- સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે સવારથી જ સૌરાષ્ટ્ર(Saurashtra)માં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો ખાસ કરીને જામનગર(Jamanagar) અને રાજકોટ(Rajkot)માં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે સવારથી જ સૌરાષ્ટ્ર(Saurashtra)માં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો ખાસ કરીને જામનગર(Jamanagar) અને રાજકોટ(Rajkot)માં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી અને ચારેય બાજુ પાણી પાણી થઇ ગયું હતું. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ પણ વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. લો પ્રેશર સક્રિયા થતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના:
ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં હાલ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદ વરસી શકે તેમ છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમે તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે લોકોને કર્યા સાવચેત:
હવામાન વિભાગે કહ્યું છે કે, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. તેની સાથે જ પોરબંદર, જૂનાગઢ, સોમનાથમાં પણ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને કારણે લોકોને સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. લોકોને કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ભારે વરસાદને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના:
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને રાજકોટ આજે જળંબબાકાર થઇ ગયું છે અને ચારેય તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે વધુમા હવામાન વિભાગ દ્વારા આજરોજ રેડ એલર્ટ જાહેર કરી દેવામા આવ્યું છે. જયારે  આવતીકાલના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે જ 15 તારીખે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજથી લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *