ગુજરાતમાં ઠેર-ઠેર તોફાની પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો સાથે હાઈવ પરના વિશાળ હોર્ડિંગ્સ પણ થયા ધરાસાયી

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. અડધો…

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. આ ઉપરાંત 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયા હતાં.

વડોદરા શહેરમાં આજે મેઘરાજાનું આગમન થયું છે. જાણવા મળ્યું છે કે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ પડી ગયાં હતાં. તેમજ વડોદરાના રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઇ ગયો હતો.

આ ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં. જેને પગલે વાહનચાલકો ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

જેને પગલે શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. જેને પગલે વીજ કંપની અને ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાદરામાં 40 મિ.મી. વરસાદ વરસ્યો હતો. પાદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં અને અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 20-21 જૂનથી વરસાદ વધી શકે છે.

40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના
17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં, જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *