મહારાષ્ટ્રમાં જળબંબાકારથી સર્જાઈ તારાજી, બે જ દિવસમાં થયા ૧૩૬થી વધુ લોકોના મોત- જુઓ ભયંકર તબાહીના દ્રશ્યો

મહારાષ્ટ્ર: હાલમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે મહારાષ્ટ્રમાં થયેલા મૂશળધાર વરસાદ અને પૂરથી બે દિવસમાં જ 136 જણાના મોત નિપજ્યા છે. જાણવા મળ્યું છે…

મહારાષ્ટ્ર: હાલમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે મહારાષ્ટ્રમાં થયેલા મૂશળધાર વરસાદ અને પૂરથી બે દિવસમાં જ 136 જણાના મોત નિપજ્યા છે. જાણવા મળ્યું છે કે, 24 કલાકમાં રાયગઢ, રત્નાગીરી અને સત્તારામાં ભૂસ્ખલને વધુ વિનાશ વેર્યો છે. એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત રાહત કામગીરી માટે નેવીની પણ મદદ લેવામાં આવી છે. પૂર પ્રભાવિત પૂણેમાં બે દિવસમાં 84 હજાર 452 જણાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા  હતા. જાણવા મળ્યું છે કે, પર્યટન સ્થળ મહાબલેશ્વરમાં પણ ત્રણ દિવસમાં પંદરસો મીમી રેકોર્ડ વરસાદ ખાબક્યો છે.

મળતી માહિતી મુજબ, રાયગઢમાં ભૂસ્ખલના દબવાથી 44 જણાના મોત નિપજ્યા છે. રાયગઢ, સાતારા, રત્નાગિરીમાં ભેખડ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં અંદાજે 65 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસ, પાલિકા કર્મચારી, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળમાંથી ભારે મહેનત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હજી પણ વધુ મૃતદેહો કાટમાળમાં દબાયેલા હોવાની શંકા છે.

વરસાદ અને ઠેરઠેર પાણી ભરાઈ જતા રાહત કામગિરીમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આ દરમિયાન,  અમૂક લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદની ઘોષણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઈજાગ્રસ્તની મફત સારવાર કરવામાં આવશે એમ કહ્યું હતું. જ્યારે વડાપ્રધાન દ્વારા મૃતકના કુટુંબીજનોને બે લાખ રૂપિયા અને જખમીને 50 હજાર રૂપિયા આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં વરસાદને લીધે બનેલી ભેખડ ધસી પડવાના બનાવથી ઘણું દુ:ખ થયું છે. આ ઘટના બાબતે સીએમ ઉદ્ધવ ઠાકર દ્વારા અને એનડીઆરએફના ડીજી એસ.એન. પ્રધાન સાથે વાત કરવામાં આવી છે. હાલ એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. કેન્દ્ર દ્વારા જરૂરી દરેક મદદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ‘રાયગઢમાં અને અન્ય સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. ભેખડ ધસી પડવાની શક્યતા છે. ત્યાં રહેતા લોકોની બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, તેમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, મૂશળધાર વરસાદના કારણે રાયગઢના મહાડ તાલુકામાં તળઈ ગામમાં ભેખડ ધસી પડતા અંદાજે 35 ઘર કાટમાળમાં દબાઈ ગયા હતા. આ દરમિયાન, અહીં રહેતા લોકો જીવ બચાવવા ઘરમાંથી બહાર આવી શક્યા નહોતા. આ કરૂણ બનાવ ગઈકાલે સાંજે 4 વાગ્યે બન્યો હોવાનું સામે આવ્યું છે. પણ ધોધમાર વરસાદ અને પાણી ભરાયેલા હોવાથી તેમના સુધી મદદ પહોંચાડવાનું શક્ય બન્યું નહોતું.

આખરે આજે સવારથી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો, પોલીસ, NDRFની ચાર ટીમ દ્વારા કાટમાળમાંથી અંદાજે 36 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે જખમીને હેલીકોપ્ટર દ્વારા બહાર કાઢીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રત્નાગિરીના ખેડ તાલુકામાં ધામણંદ નજીક પોસરે બૌદ્ધવાડીમાં આવી જ દુર્ઘટનામાં 12 ઘરને નુકસાન પહોંચ્યું હતું. ભેખડ ધસી પડવાથી 17 વ્યક્તિ કાળનો કોળીયો બની ગઇ હતી. અનેક જાનવરના પણ મોત નિપજ્યા હતા. ખેડમાં વરસાદથી નદીમાં પૂર આવતા ગામમાં પાણી ભરાઈ ગયું હતું. સાતારામાં પાટણ તાલુકામાં ભિરગાવ, આંબેઘર, હુંબરબળી, ઢોકાવળે અને અન્ય સ્થળે ભેખડ ધસી પડી હતી.

જાણવા મળ્યું છે કે, આંબેઘર અને મિરગાંવમાં પણ 12 જણ મૃત્યુ પામ્યા હતા. આમ, તમામ બનાવ બાદ મદદ માટે વિલંબ થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, રત્નાગિરીના ચિપલૂણ ખાતે કોવિડ સેન્ટરમાં પાણી ભરાઈ જતા વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો હતો. અહીં 21 જણને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટર અને ઓક્સિજન પર રાખવામાં આવેલા આઠ દર્દીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

ભેખડ ધસી પડવા, પાણીમાં તણાઈ જવા અને અન્ય દુર્ઘટનામાં 48 કલાકમાં મહારાષ્ટ્રમાં અંદાજે 136 જણના મોત નિપજતા શોકનો માહોલ છવાયો છે. મુંબઇના ગોવંડીમાં ગઇકાલે રાત્રે મકાન તૂટી પડતા ચાર જણ માર્યા ગયા હતા અને 6 જણાને ઇજા પહોંચી હતી. હાલમાં જ મુંબઇના ચેમ્બુર, વિક્રોલી અને ભાડૂપમાં પણ ભેખડ ધસી પડતા અને દીવાલ તૂટી પડતા 30થી વધુ જણના મોટ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *