ગાંધીનગરના એક દિવસીય સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો, રાજ્યપાલ વિધાનસભા છોડીને બહાર જતા રહ્યા

Published on Trishul News at 2:44 PM, Fri, 10 January 2020

Last modified on January 10th, 2020 at 2:51 PM

આજે ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળ્યું હતું. આજે ગાંધીનગરમાં આયોજિત વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. રાજ્યપાલના ભાષણ સાથે સત્રનો પ્રારંભ થયો.જોકે રાજ્યપાલના સંબોધન સમયે જ કોગ્રેસના ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. બાળકોના મોત મામલે વિપક્ષ કોંગ્રેસનો હોબાળો કર્યો હતો. કોંગ્રેસના MLA વેલમાં ધસી આવ્યા હતા. જેથી રાજ્યપાલને સંબોધન ટૂંકાવીને 15 મિનિટ માટે સત્ર સ્થગિત કર્યુ હતુ. કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોતાના લોહીથી લખેલા પોસ્ટરથી વિધાનસભામાં વિરોધ કર્યો હતો.

જ્યારે લલિત કગથરાએ નવજાત બાળકોના મોત મામલે બાળ હત્યા, બાળ મૃત્યુ બંધ કરોનો સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના સુત્રોચ્ચાર વચ્ચે ભાજપના ધારાસભ્યોએ પણ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. આમ આકરા સુત્રોચ્ચારના કારણે રાજ્યપાલે પ્રવચન ટૂકાવ્યુ અને 15 મિનિટ ગૃહ સ્થગિત થયું. રાજ્યમાં બાળમૃત્યુ, મહિલા સુરક્ષા, રોજગારી સહિતના પ્રશ્ને વિપક્ષે સત્ર લંબાવવાની માંગ કરી. જોકે, તેમાંગ રાજ્યપાલે પણ સ્વીકારી ન હોવાનો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ લગાવ્યો હતો.

આ વર્ષનું ગુજરાત વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ

ગુજરાત રાજ્યનું વર્ષ 2020-21ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ 24 ફેબ્રુઆરીએ રજૂ કરશે. ચાલુ વર્ષના પહેલા સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે, પરંતુ 23 દિવસ માટે સત્રની તમામ બેઠકો મુલતવી રખાઈ છે. ત્યારબાદ છેક બજેટ રજૂ કરવાના દિવસે 24 ફેબ્રુઆરીના રોજ આ સત્રની બેઠકોનો દોર 25 દિવસ સુધી ચાલુ રહેશે.

બાળકોનાં મોત-ભરતી સહિતનાં મુદ્દાઓને લઈ કોંગ્રેસનો હોબાળો

આજે મળનાર એક દિવસીય સત્રમાં બીજેપી સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવવાની હતી. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોનાં મોત અને ABVP-NSUIનાં ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં બાળકોનાં મોત મામલે, તેમજ ભરતીઓમાં કૌભાંડ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. અને બેનરો લઈને વેલમાં ધસી આવ્યા હતા.

The Governor of Himachal Pradesh, Shri Acharya Devrat calls on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on December 11, 2015.

 

રાજ્યપાલ પ્રવચન છોડીને જતા રહ્યા

તો આજે રાજ્યપાલ પ્રથમ વાર વિધાનસભામાં સંબોધન કરવાના હતા. પણ વિપક્ષના ભારે હોબાળાને કારણે તેઓ ગૃહ છોડીને જતા રહ્યા હતા. તો સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસે કરેલાં ભારે હંગામાને કારણે વિધાનસભાને 15 મિનિટ માટે મુલતવી રાખવામાં આવી હતી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીનાં સરકાર પર પ્રહાર

તો વિધાનસભાના કાર્યકાળને થોડીવાર માટે મુલતવી રાખ્યા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. અને તેમાં તેઓએ સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, નોટબંધી અને જીએસટીના કારણે આર્થિક સ્થિતિ કથળી છે. સત્રના દિવસોનો કાર્યક્રમ એકપક્ષીય રીતે જાહેર કરાયો હતો.
વિધાનસભાના સત્રને લંબાવવાની રજૂઆત કરી હતી. અમે આ માટે રાજ્યપાલ અને સીએમને રજૂઆત કરી હતી. પણ રાજ્યપાલે અમારી વાત સ્વીકારી ન હતી. અને અમને પૂરતો સમય આપ્યો ન હતો. આ ઉપરાંત પરેશ ધાનાણીએ ગુજરાતમાં બાળકોનાં મોત અને પાક વીમા અંગે ન્યાયની પણ માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગાંધીનગરના એક દિવસીય સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસે ભારે હંગામો મચાવ્યો, રાજ્યપાલ વિધાનસભા છોડીને બહાર જતા રહ્યા"

Leave a comment

Your email address will not be published.


*