ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં આ તારીખે થશે ભારેથી અતિભારે વરસાદ- જાણો તમારો જીલ્લો છે કે પછી…

કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિકા વાવાઝોડુ ગુજરાત રાજ્યના દરીયાકિનારે 4 થી 5 જૂનના રોજ…

કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિકા વાવાઝોડુ ગુજરાત રાજ્યના દરીયાકિનારે 4 થી 5 જૂનના રોજ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા હિકા વાવાઝોડુ દ્વારકા, ઓખા અને મોરબીના દરિયાકિનારે ટકરાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. તદઉપરાંત ગુજરાતના પોરબંદર, અમરેલી જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી હતી. અને હવામાન વિભાગે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં તારીખ 4 અને 5 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે-સાથે ગુજરતના સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દિવ સહિતના તમામ જિલ્લા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો-પ્રેશર સક્રિય બન્યું છે. 48 કલાકના સમયમાં આ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ આ વાવાઝોડું મજબૂત બનીને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. હિકા વાવાઝોડાની અસરના પગલે ગુજરાત પર હવાનું હળવા દબાણ આગામી 48 કલાક સુધી બનશે. વાવાઝોડાની અસરના પગલે દરિયા કિનારા પર એક નંબરનું સિગ્નલ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના 4 અને 5 જૂનના રોજ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દિવ સહિતના જિલ્લા ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, જ્યારે વાયુ વાવાઝોડા વખતે તંત્ર દ્વારા જેવી રીતે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી તેવી જ રીતે હિકા વાવાઝોડાની આગાહીને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વાયુ વાવાઝોડુ ગુજરાતના દરીયાકિનારે ટકરાયું નહોતું પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળી હતી અને વાયુ વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. હિકા વાવાઝોડાના કારણે વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *