આજથી રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસશે, જાણો ક્યા-ક્યા વિસ્તારોમાં થશે જળબંબાકાર

રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગે મહત્વની જાણકારી આપતા જણાવ્યું છે કે આજથી રાજ્યમાં ભારે વરસાદ થશે. અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારેથી…

રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગે મહત્વની જાણકારી આપતા જણાવ્યું છે કે આજથી રાજ્યમાં ભારે વરસાદ થશે. અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે સાથે જ વરસાદ ખેંચાતા ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માં વરસાદનું નામોનિશાન નથી.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં અહીંયા સાર્વત્રિક વરસાદ લાયો છે. આજથી લઈને આવનારા ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે જ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા હવામાન વિભાગે મહત્વની માહિતી આપી હતી કે આવનારા ચાર દિવસમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ જામશે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદ નો માહોલ ન હતો પરંતુ રવિવારના રોજ હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે તારીખ 23 થી 26 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે.

આવનારા ત્રણ દિવસોમાં ભારતીય અતિભારે વરસાદ ની આગાહી
24 જુલાઈ એટલે કે આજના દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, આણંદ, ડાંગ, ભરૂચ, જામનગર, તાપી, મોરબી, દ્વારકા સહિત કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે એટલે કે ૨૫ જુલાઈએ ભરુચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર ,જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પાટણ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગર સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તારીખ 26 જુલાઈ ના રોજ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી બનાસકાંઠા પોરબંદર પાટણ જૂનાગઢ અને ગીર સોમનાથમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *