હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં 2 થી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ…

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં 2 થી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. જયારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. મહત્વનું છે કે, સૌથી છેલ્લે ચોમાસું સક્રિય થતું હોય છે. પરંતુ હવામાન વિભાગે કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જીલ્લાના તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવેલ છે. જયારે જીલ્લા કલેકટરે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દીધી છે.

અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

દ્વારકામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હજું પણ હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. દ્વારકાના દરિયા કિનારે 45 થી 55 ઝડપે પવન ફુંકાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *