હેલ્મેટ મામલો પહોચ્યો કોર્ટમાં : જજ સાહેબ, મારું માથું જ એટલું મોટું છે કે આ સાઇઝની હેલ્મેટ મળતી નથી

Helmet Case Reached in Court: Judge sir, my head is so big that helmet of this size is not available

નવા ટ્રાફીક નિયમોના કડક પાલનના પગલે મહીધરપુરા વિસ્તારમાંથી હેલ્મેટ ન પહેરવા બદલ એક શખ્શને 500નો દંડ ફટકારી મેમો પકડાવી દેવામાં આવ્યો હતો. જેથી કોર્ટમાં દંડ ભરવા આવેલા શખ્શે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કહ્યું જજ સાહેબ મારું માથું જ એટલું મોટું છે કે કોઈ હેલ્મેટ આવતી નથી. કોર્ટે પણ વાસ્તવિક પરિસ્થિતિની ખરાઈ કર્યા બાદ સાચી હકીકત જણાતા રૂ.૫૦૦ના દંડને બદલે રૂ.100નો દંડ ભરવા જણાવી પક્ષકારને છોડી મુક્યો હોવાની વિગતો સાંપડી છે.

મહીધરપુરા વિસ્તારમાંથી ટ્રાફીક પોલીસે હેલ્મેટ પહેર્યા વગર મોટર સાયકલ ચલાવનાર એક શખ્શને ઝડપીને નવા ટ્રાફીક નિયમોનો ભંગ કરવા બદલ રૂ.500નો મેમો પકડાવી દીધો હતો.અલબત્ત પોતાનું માથું જ એટલું મોટું છે કે કોઈ હેલ્મેટ તે સાઈઝની મળી ન હોવાનું પોલીસને ગળે ઉતારવામાં મોટર સાયકલ સવારની આજીજી અને કાકલુદી નિષ્ફળ રહી હતી.

જેથી આજે સુરત જિલ્લા ન્યાયાલય કોર્ટમાં સંબંધિત જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં દંડ ભરવા આવેલા શખ્શે જજ સાહેબને પોતાની કહાણી સંભળાવી હતી.તેણે જણાવ્યું હતું કે જજ સાહેબ! ખરેખર મારું માથું જ એટલું મોટું છે કે એ સાઈઝની કોઈ હેલ્મેટ જ મળતી નથી. જેથી જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પણ મદદનીશ સરકારી વકીલ પ્રવિણ પટેલને આ બાબતે જણાવતા પક્ષકારના માથામાં હેલ્મેટ લાવીને પહેરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દંડાયેલા મોટર સાયકલ સવારનું માથાની સાઈઝ જ એટલી મોટી હતી કે હેલ્મેટ આવી શકે તેમ નહોતું. જેથી જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પણ ખાતરી થતાં અરજદાર પક્ષકારની રજૂઆતને માન્ય રાખી રૃ.500 ના દંડને બદલે રૂ.100 દંડ ભરવાનું જણાવી છોડી મુકવા નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: