હેલો એપ ડાઉનલોડ કરો અને નવરાત્રીમાં ભાગ લો- જીતો આકર્ષક ઇનામ અને લાભ

બે દિવસ બાદ માતા જગદંબાની નવ દિવસની ઉપાસનાનો ખાસ અવસર એટલે નવરાત્રિ. સમગ્ર ભારતમાં આ તહેવાર વિવિધ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે Helo – ભારતનું…

બે દિવસ બાદ માતા જગદંબાની નવ દિવસની ઉપાસનાનો ખાસ અવસર એટલે નવરાત્રિ. સમગ્ર ભારતમાં આ તહેવાર વિવિધ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે Helo – ભારતનું લિડીંગ સોશિયલ મિડિયા એપ છે, તે પોતાના યુઝર્સ માટે નવરાત્રિ દરમિયાન એક ખાસ કેમ્પેઇન લઇને આવ્યું છે. Helo યુઝર્સ આ કેમ્પેઇન દરમિયાન #નવરાત્રિ 2019 તથા #મારી શેરી મારો ગરબો – આ ટેગ વાપરીને નવરાત્રિની પોતાની ખાસ પળો શેર કરી શકે છે.

વિવિધ સમુદાયોને એક જ પ્લેટફોર્મ પર લાવીને યુઝર્સ એક બહોળા સમાજ સાથે કનેક્ટ થઇ શકે, તે માટે ફક્ત ગુજરાતી જ નહીં, પરંતુ સાથે-સાથે હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડા, મરાઠી ભાષામાં પણ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું છે. દરેક યુઝર તેમના મિત્રો સાથે કનેક્ટ થઇ શકે અને તેમની ખાસ પળો અને અનુભવોને સરળતાથી Helo પર શેર કરી શકે છે.

આ કેમ્પેઇનનાં અગત્યનાં ભાગરૂપે Helo દ્વારા વડોદરા શહેરમાં આવેલ સંસ્થાન ‘યુનાઇટેડ વે’ સાથે મળીને નવરાત્રિને વધુ ખાસ બનાવશે. અહીં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે ગરબા ગ્રાઉન્ડમાં ખાસ ‘Helo Lounge’ રાખવામાં આવ્યું છે, જ્યાં ખેલૈયાઓ માટે હશે-

• ફોન રીચાર્જ
• મોબાઈલ ફ્રી વાઈફાઈ
• આકર્ષક સેલ્ફી ઝોન
• રીલેક્ષ એરિયા
• રસપ્રદ સ્પર્ધાઓ, ટીશર્ટસ, મોબાઈલ સ્ટેન્ડ સહીત ઘણું બધું

Helo નાં કન્ટેન્ટ ઓપરેશન હેડ શ્યામન્ગા બરુઆહ જણાવે છે કે, આ કેમ્પેઇન થકી સાતેય ભાષાનાં લોકો વધુ સારું કન્ટેન્ટ શેર કરે, તેવી આશા છે. સાથે જ એક ગ્લોબલ દેસી ટચ સાથે આ કેમ્પેઇન થકી લોકોને એકબીજાની સંસ્કૃતિ ઓળખવામાં અને પોતાની આનંદની પળો વધુ લોકો સાથે શેર કરવા મળશે.

• મહિના ના ૫ કરોડ વપરાશકર્તાઓ
• ૧૪ રાષ્ટ્રીય ભાષાઓ

વધુ માહિતી માટે, ગુગલ પ્લે સ્ટોર કે iOS માં જઇ Helo એપ ડાઉનલોડ કરી શકો છો.

સાથે જ નવરાત્રિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘સુરક્ષિત નવરાત્રિ’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવરાત્રિમાં સમાજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ માહિતી શેર કરવામાં આવશે. આ ઉપરાંત, Helo સાથે જોડાયેલા ખાસ ક્રિએટર્સનાં મંતવ્યો અને વિચારો પણ શેર કરવામાં આવશે.

આ કેમ્પેઇન હેઠળ દરેક યુઝર ‘#સુરક્ષિત નવરાત્રિ’ ટેગ સાથે નવરાત્રિને વધુ સુરક્ષિત બનાવવા અંગેના વિચારો શેર કરી શકે છે.

Helo વિશે

Helo એ ભારતનું સોશિયલ મિડિયા એપ છે, જેનો મુખ્ય ઉદ્દેશ દરેકને એક પ્લેટફોર્મ પર લાવી, તેમની જ ભાષામાં ખાસ કન્ટેન્ટ બનાવીને લોકો સુધી પહોંચાડવું અને એક મોટા સમુદાય સાથે યુઝરને જોડવાનો છે. ભારતની 14 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ એવી આ એપ વર્ષ 2018માં ગુગલ પ્લે સ્ટોરની ‘Top Downloaded Apps’માં સ્થાન પામી હતી. ભારતની સાથે જ આ એપ અમેરિકા, કેનેડા, દુબઇ, સિંગાપોર, મલેશિયા, ઓમાન, કતર, કુવૈત, નેપાલ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશમાં એપલ અને એન્ડ્રોઇડ વર્ઝનમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, મુલાકાત લો- www.helo-app.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *