તમે કરેલી આર્થિક મદદ સીધી દર્દી ના બેન્ક એકાઉન્ટ માં જમા થશે,વિગત પોસ્ટ માં છે.

અશોકભાઈ અરજણભાઈ કાકડિયા અને તેમના પત્ની બંને જણા અપંગ છે, તેમને સંતાનમાં ફક્ત એક દીકરી નંદીની – 14 વર્ષની છે જે ધોરણ 9માં અભ્યાસ કરે…

અશોકભાઈ અરજણભાઈ કાકડિયા અને તેમના પત્ની બંને જણા અપંગ છે, તેમને સંતાનમાં ફક્ત એક દીકરી નંદીની – 14 વર્ષની છે જે ધોરણ 9માં અભ્યાસ કરે છે. અપંગ હોવાના કારણે ઘરની કમાણીમાં ખાસ કાંઈ છે નહીં.અઢીએક મહિના પહેલા નંદીની ટ્યુશનથી રિટર્ન આવતી હતી એ દરમ્યાન એક અકસ્માતમાં એને માથાના ભાગે તેમજ ફેફસામાં અતિ-ગંભીર ઈજાઓ થયેલ અને સ્મીમેર હોસ્પિટલમાં એને લઈ ગયેલ…

પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાતા સ્મીમેર હોસ્પિટલ વાળાએ બીજે લઈ જવાનું કહેતા નંદીનીને સુરત કિરણ હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં તેનું ઓપરેશન-દવા વગેરેમાં આશરે ચાર લાખનો ખર્ચ થયેલ આથી વ્યાજે પૈસા લાવી અશોકભાઈએ પૈસા ભરેલ.

વધુ પૈસા ની સગવડ ન હોવાથી નંદીનીને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ ગયેલ જ્યાં સારવાર દરમ્યાન તેની તબિયત વધુ બગડતા ડાયમંડ હોસ્પિટલ ચીકુવાડી ખાતે દાખલ કરેલ અને ચીકુવાડીથી હાલમાં INS હોસ્પિટલ લઈ ગયેલ છે.

અપંગ માતા અને અપંગ પિતાની એકની એક દીકરી બે અઢી મહિનાથી પથારીવશ છે. અશોકભાઈને વ્યવસ્થિત આવકનું કોઈ સાધન નથી અને અપંગ પરિવારનો એકમાત્ર સહારો નંદીની હાલ જીવનમરણ વચ્ચે ગંભીર હાલતમાં છે ત્યારે…

હું પોતે હોસ્પિટલ જઈને રૂબરૂ મળ્યો છું, એકની એક દીકરીને બચાવવા માટે અપંગ બાપની લાચારી જોઈને આપણું હ્યદય રડી પડે એટલું દુઃખ થાય. પિતા અશોકભાઈ અને માતા રસીલાબેનની વિનંતી એવી છે કે એમની એકની એક દીકરી બચી જાય.

આપને કોઈપણ જાત ની મદદ કરવી હોય તો વિના સંકોચે આ નંબર ફોન કરી ખાતરી કરી શકો છો.

અશોકભાઈ કાકડીયા મોબાઈલ :- 966470697

નામ : કાકડીયા અશોકભાઈ કલ્યાણભાઈ
મોબાઈલ નં :- 9664706970
બેન્ક નામ : બેંક ઓફ બરોડા
AC NO : 31528100000790
IFSC CODE : BARB0AMROLI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *