બોલીવુડની આ ફિલ્મોના શૂટીંગ દરમિયાન સર્જાઈ હતી ભયંકર દુર્ઘટના, એકસાથે થયા હતા 50 લોકોના મોત

જ્યારે ફિલ્મ્સ બને છે ત્યારે સ્ટાર્સની કારકિર્દી અને નિર્માતાઓના નાણાં જ દાવ પર હોય છે, પરંતુ તે બધા લોકોની જિંદગી પણ જોખમમાં હોય છે. જે…

જ્યારે ફિલ્મ્સ બને છે ત્યારે સ્ટાર્સની કારકિર્દી અને નિર્માતાઓના નાણાં જ દાવ પર હોય છે, પરંતુ તે બધા લોકોની જિંદગી પણ જોખમમાં હોય છે. જે કેમેરા પાછળ કામ કરી રહ્યા છે. તે બધા કામદારો જેમના નામ પ્રેક્ષકોને નહીં પણ ફિલ્મના નિર્દેશકો અને નિર્માતાઓને પણ ખબર છે. આ કિસ્સામાં, નિર્માતાઓ ખૂબ કાળજી લે છે કે ફિલ્મના સેટ પર કોઈ અકસ્માત ન થાય. પરંતુ અમે તમને એવી ફિલ્મોના શૂટિંગ વિશે જણાવવાના છીએ કે જેના શૂટિંગના સેટમાં ભયંકર આગ લાગી હતી. જેમાં લાખોનું નુકસાન થયું છે અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો.

રાજા હરિશ્ચંદ્ર:
ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ શૂટિંગના સેટ પર અકસ્માતની યાદીમાં પ્રથમ આવે છે. ફિલ્મ બન્યાના કેટલાક વર્ષો બાદ આ ઘટના બની હતી. વર્ષ 1917માં સેટ ઉપર ભયંકર આગ લાગી હતી, આગ એટલી ભયંકર હતી કે, વારાફરતી આગ એક રૂમમાંથી બીજા રૂમમાં ફેલાઈ રહ્યી હતી. શરુ શુટિંગ દરમિયાન ભયંકર આગ લગતા ભારે તબાહી મચી હતી. મામલો થોડો શાંત પડતા ફિલ્મના ડિરેક્ટર ફાલ્કે ફરીથી ફિલ્મનું શુટિંગ ચાલુ કર્યું હતું.

મધર ઇન્ડિયા:
ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ ના શૂટિંગના સેટ પર પણ ભીષણ આગ લાગી હતી, જ્યારે અભિનેત્રી નરગિસ અને અભિનેતા સુનિલ દત્ત ફિલ્મના આગના દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યા હતા. તે દ્રશ્યમાં સુનીલ દત્તે નરગિસને આગથી બચાવી પડી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે નરગિસનો જીવ જોખમમાં મુકાયો હતો. તે સમયે સુનીલ દત્તે તરત જ એક ધાબળો લીધો અને તેને નરગિસની આસપાસ લપેટ્યો અને સુરક્ષિત બહાર કાઢી હતી. આ અકસ્માતમાં સુનીલ દત્તને થોડી ઈજા પણ પહોચી હતી.

બ્લેક:
વર્ષ 2004માં, મુંબઇમાં દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેકના સેટ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ફિલ્મના મોટાભાગના મોંઘા મોંઘા સાધનો બરબાદ થઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી.

દેવદાસ:
ફિલ્મ ‘દેવદાસ’ ના શૂટીંગ સેટમાં પણ ભયંકર આગ લાગી હતી અને આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે-સાથે એ જ વર્ષે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. પણ આ ફિલ્મમાં કોઈને પણ જાનહાની નહોતી થઇ.

દબંગ 2:
‘દબંગ 2’ના શુટિંગ દરમિયાન 2012માં મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં ભારે આગ લાગી હતી. મહત્વની વાત તો એ છે કે, તે જ સમયે સલમાન ખાન સેટ પર શૂટિંગ કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર આગ સેટ પર શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સલમાન ખાન અકસ્માતથી બચી ગયો હતો.

મેં તેરા હીરો:
ફિલ્મ ‘મેં તેરા હીરો’ના શૂટિંગ સેટ પર પણ અકસ્માત થયો હતો. આ ફિલ્મમાં અભિનેતા વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં હતા અને તે બેંગકોકમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે વેનિટી વાન સાથે જોડાયેલા જનરેટરને આગ લાગી અને આગ સેટ પર ફેલાઈ ગઈ. અકસ્માત દરમિયાન કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા અને આ ઘટના બાદ દરેક લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

એબીસીડી 2:
અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ સ્ટારર ફિલ્મ એબીસીડી 2 ના ફિલ્મના શુટિંગ દરમિયાન આગ લાગી હતી. સેટ પર લાગેલી ભીષણ આગથી તમામ કલાકારો સહિત કેટલાક 600 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી ન હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન:
માત્ર ફિલ્મોના શૂટિંગ સેટ પર જ નહીં પરંતુ ટેલિવિઝન સિરીયલોના સેટ પર પણ ભારે આગ લાગી છે. ટીવી શો ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’ ના સેટ પર ભીષણ આગમાં લગભગ 50 લોકો માર્યા ગયા હતા. તે સૌથી મોટો અકસ્માત હતો અને આમાં અભિનેત્રી નીના ગુપ્તાની મરતા મરતા ખાસ બચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *