વાળને ખરતા રોકવા માટેનો આ છે આસાન ઘરેલુ ઉપાય, જાણો વિગતે

Published on: 3:42 pm, Sat, 17 July 21

અમુક આસાન ઘરેલૂ ઉપાયથી તમે ખરતા વાળને રોકી શકો છો. ખરતા વાળ એ સામાન્ય સમસ્યા છે પરંતુ જ્યારે વાળનું ખરવું રોકાઈ નહીં તો પરેશાની વધી શકે છે. વાળ ખરવાનાં ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે પ્રદૂષણ, ઓછી ઊંઘ, લાંબી બીમારી અને લાઈફ સ્ટાઈલ વગેરે.

વાળને ખરતા રોકવા ના આસાન ઘરેલુ
રાતે આમળાના ચૂર્ણને પલાળી દેવું. સવારે તેને મસળીને પાણી નિતારી લો. આ પાણીમાં એક બે ટીપુ લીંબુ નીચવો. હવે તેમાં શેમ્પૂ કરો છો તેવી જ રીતે તેને પાણીથી વાળમાં મસાજ કરો.

લીમડાના તેલ ના ચાર ચાર ટીપાં બન્ને કાનોમાં નિયમિત એક મહિના સુધી નાખો. ભોજનમાં નિયમિત રૂપથી દૂધનું સેવન કરો તેનાથી ખરતા વાળમાં અવશ્ય લાભ થશે.

અડદની દાળને ઉકાળીને તેને માથા પર રગડી રગડીને લગાવો. થોડાક જ દિવસોમાં ખરતા વાળ રોકી જશે.
લીંબુના રસમા બરગડ ની જટા પીસીને તેનાથી વાળ ધોઓ અને પછી નાળિયેરનું તેલ લગાવો તેનાથી ખરતા વાળ બંધ થઈ જશે.

એક ચમચી કાળા તલ અને એક ચમચી ભાંગળાનો પંચાગ ને બારીક પીસી ને પાણીની સાથે સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.