અહિયાં ભજનની ધૂન સાંભળી રોજ દોડી આવે છે જંગલના પ્રાણીઓ- જાણો વિગતે

Published on Trishul News at 5:29 PM, Tue, 18 February 2020

Last modified on February 18th, 2020 at 5:29 PM

મનુષ્યને તમે પૂજા પાઠ અને ભજન આરતી કરતાં જોયા જ હશે પરંતુ જંગલના જંગલી પ્રાણીઓ ને ભજન સાંભળતા તમે કદાચ જ જોયા હશે. અને જો તમે ન જોયું હોય તો અમે તમને આજે એવી ઘટના જણાવી રહ્યા છીએ. મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર આવેલ ખડખોહ જંગલમાં રાવન આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી બાબા રામદાસ દરરોજ પૂજાપાઠ કરે અને ભજનની ધૂન શરૂ કરે છે.

આ સમય દરમિયાન જાનવરો પણ જંગલની ગુફાઓમાંથી નીકળીને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભજન સાંભળવા માટે આશ્રમ પાસે આવી જાય છે. અને પ્રસાદ પણ ગ્રહણ કરે છે. ત્યારે બાબાએ ધૂન શરૂ કરી તે સમયે જંગલ ગુફાઓમાંથી બે રીંછ નીકળીને આશ્રમ પાસે આવી ગયા હતા.

મહત્વની વાત તો એ છે કે આ રીતે જ્યાં સુધી ભજન શરૂ હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડતું નથી. આ આશ્રમમાં લોકો દૂર દૂરથી આવે છે. સૌપ્રથમ વખત બાબાએ રીંછને પ્રસાદ આપ્યું હતું અને ત્યાર પછી થી આજ સુધી દરરોજ ભજનની ધૂન સાંભળીને આશ્રમ પાસે દોડી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "અહિયાં ભજનની ધૂન સાંભળી રોજ દોડી આવે છે જંગલના પ્રાણીઓ- જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*