સુરતમાં 12 કરોડના હીરા લઈને ભાગેલો હેતલ જેમ્સનો તનસુખ વાણીયા ભૂજમાંથી ઝડપાયો

સુરતમાં આવેલા હેતલ જેમ્સ એન્ડ જવેલર્સના હીરાના વેપારી તનસુખ વાણીયાની 12 કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ ભૂજ ખાતે સાસરીમાંથી પકડી પાડી ઈકો સેલ દ્વારા ધરપકડ કરવામાં…

સુરતમાં આવેલા હેતલ જેમ્સ એન્ડ જવેલર્સના હીરાના વેપારી તનસુખ વાણીયાની 12 કરોડના હીરાની ચીટિંગમાં કચ્છ ભૂજ ખાતે સાસરીમાંથી પકડી પાડી ઈકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હીરાનો વેપારી તનસુખ માધાભાઈ વાણીયા વરાછા પોલીસમાં 10 કરોડની ચીટિંગના બે ગુના તેમજ કાપોદ્રા પોલીસમાં 2 કરોડની ઠગાઈનો એક ગુનો નોંધાયેલો હતો. અગાઉ તેના ભાગીદાર પિતા દિનેશ કુરજી ચોડવડીયા-પુત્ર કિશન ચોડવડીયાની ઈકો સેલે ધરપકડ કરી હતી. આરોપી તનસુખ માદાભાઈ વાણીયા અને દિનેશ કુરજી ચોડવડિયા હેતલ જેમ્સના નામે મીની બજાર વરાછા ખાતે હીરાનો વેપાર કરે છે.

દિનેશની સાથે તેમનો દીકરો કિશન ઓફિસમાં બેસતો હતો. તનસુખે પહેલા વરાછામાંથી અલગ અલગ પાર્ટીઓ પાસેથી 10 કરોડના હીરા ક્રેડિટ પર લીધા હતા. ત્યારબાદ કાપોદ્રામાંથી 2 કરોડના હીરા આવી જ રીતે ક્રેડિટ પર લીધા હતા. કુલ 12 કરોડના હીરા બારોબાર ઓહયા કરી ઓફિસ બંધ કરી તનસુખ અને તેનો ભાગીદાર સહિત તમામ ફરાર થઈ ગયાં હતા. આ ઉપરાંત 2.70 કરોડના હીરા જયરાજ પાસેથી ઉધારમાં ખરીદ્યા હતા. તે પૈકી માત્ર 58 લાખ ચૂકવ્યા હતા. 2.12 કરોડ બાકી રાખ્યા હતા.

ત્યારબાદ વધુ હીરાની માંગ કરતા જયરાજ દ્વારા મુંબઈ બીકેસીની ઓફિસેથી 3.28 કરોડના હીરા દુબઈ ખાતે પરીશી ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલર્સ કંપનીમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. કુલ 5.40 કરોડ લેવાના હતા. આરોપી દિનેશ અને કિશને રૂપિયા ચૂકવવા વિશ્વાસ આપ્યો હતો. પરંતુ તેઓએ રૂપિયા ચૂકવ્યા ન હતા. તેમની ઓફિસ પણ બંધ હતી. તનસુખ વાણીયાએ રૂપિયા ચૂકવી આપ્યા છે એવી ખોટી ચિટ્ઠી લખી ક્યાંક ભાગી ગયો છે. જયરાજ દ્વારા ત્રણેય વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *