મોદી સરકારે ફ્રી વેકસીન આપ્યાના બેનરો કોણે લગાવડાવ્યા હતા? કે જેને કેનેડા ગવર્નમેન્ટએ રાતોરાત દૂર કરાવ્યા

મોદી સમર્થકોએ બે દિવસ અગાઉ કેનેડા સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવામાં આવ્યો છે તેવી અફવા ફેલાવીને હોહા મચાવી હતી પરંતુ આ પાછળ મોદી સમર્થકોનો…

મોદી સમર્થકોએ બે દિવસ અગાઉ કેનેડા સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવામાં આવ્યો છે તેવી અફવા ફેલાવીને હોહા મચાવી હતી પરંતુ આ પાછળ મોદી સમર્થકોનો હાથ હોવાનો દાવો થયો છે અને આ દાવો પુરાવા સહીત પૂર્વ IPS ઓફિસર રમેશ સવાણી, પૂર્વ આઈજીપી, ગુજરાતએ કર્યો છે. જે અહી શબ્દશઃ રજુ કરવામાં આવેલ છે.

ભારત કેનેડાને કોરોનાની વેક્સિનના 20 લાખ ડોઝ આપનાર છે; પ્રથમ તબક્કામાં 5 લાખ ડોઝની વેક્સિન પૂરી પાડી એટલે ગ્રેટર ટોરન્ટોમાં નવ જગ્યાએ 11 માર્ચ 2021 ના રોજ, બિલબોર્ડસ (એક પ્રકારના ઈલેક્ટ્રિક હોર્ડિંગ) મૂકવામાં આવ્યા હતા; તેમાં ભારતના વડાપ્રધાનની તસ્વીર સાથે લખ્યું હતું : “Thank you India & PM for providing Covid Vaccine to Canada” પરંતુ બિલબોર્ડસમાં વડાપ્રધાનની તસ્વીર હોવાથી કેનેડાના લોકોએ ફરિયાદ કરી.

તેથી બીજા દિવસે આ બિલબોર્ડસ હટાવી દેવામાં આવ્યા હતા ! વાસ્તવમાં પાંચ અઠવાડિયા સુધી આ બિલબોર્ડસ રાખવાના હતા; તે મુજબ આઉટફ્રન્ટ મીડિયા સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. ‘HFC-Hindu Forum Canada’ દ્વારા આ બિલબોર્ડસ મૂકવાનાં આવ્યા હતા.

વડાપ્રધાનની તસ્વીરવાળા બિલબોર્ડસના સમાચાર મળતાં જ કેન્દ્રીય મંત્રી/સત્તાપક્ષના નેતાઓ/ભક્તો વગેરે ટ્વીટ કરી આરતી ઉતારવાનું શરુ કરેલ; પરંતુ બીજા દિવસે બિલબોર્ડસ ઊતરી જતા તેઓ હતાશ થઈ ગયા હતા ! એક ટ્વીટર યૂઝરે સવાલ કર્યો હતો કે ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીએ વેક્સિનની કોમર્શિયલ સપ્લાઈ કરી છે; તેમાં વડાપ્રધાનની તસ્વીર મૂકીને HFCએ કેમ આભાર માન્યો હશે?

કેનેડામાં આપણા વડાપ્રધાનના હોર્ડિંગ બીજા જ દિવસે હટાવી દીધા; એમાં વડાપ્રધાનની આબરુ તો ગઈ જ પણ ભારતની ઈમેજ સામે સવાલ ઊભો થયો કે ‘શું ભારતના વડાપ્રધાને કેનેડાને મિત્રતાના ધોરણે વેક્સિન આપી છે? આ તો કોમર્શિયલ સપ્લાઈ છે; એમાં વડાપ્રધાનની તસ્વીર શામાટે?’ આ પ્રકારની ફરિયાદના કારણે બિલબોર્ડસ હટાવવા પડ્યા ! HFC જેવી સંસ્થાઓ વડાપ્રધાનને ‘દિવ્ય અવતાર’ માને છે !

ભારત અને કેનેડામાં તફાવત છે; ત્યાં ‘દિવ્ય અવતાર’ની તસ્વીર સામે ફરિયાદ થઈ શકે છે અને તરત જ કાર્યવાહી થાય છે ! જ્યારે ભારતમાં ‘દિવ્ય અવતાર’ સામે બોલનાર ઉપર ટ્રોલસેના/ગોદી મીડિયા હુમલાઓ કરે છે ! તેમને દેશદ્રોહીના સર્ટિફિકેટ આપી જેલમાં પૂરે છે ! વડાપ્રધાન પોતાનો ચહેરો વિશ્વ કક્ષાએ ચમકતો રહે તે માટે તિકડમ કરતા રહે છે ! સ્વસંમોહન એક માનસિક રોગ છે.

આ બાબતે વધુ તપાસ કરતા Trishul News ની ફેક્ટચેક ટીમના ધ્યાને આવ્યું કે, આ બેનારોને સૌ પ્રથમ એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ (એએનઆઈ) દ્વારા દર્શાવવામાં આવી હતી. એએનઆઈ, જે ભારતીય વિદેશ મંત્રાલય સાથે સીધા અને ગાઢ સંબંધો ધરાવે છે અને તે ભારતના સૌથી વિશાળ સમાચાર એજન્સી છે. જેના માધ્યમથી દેશના તમામ મીડિયા હાઉસ સમાચાર પ્રસારણ કરે છે.

એચએફસી, આ અભિયાન પાછળનું સંગઠન, એકદમ રાજકીય છે અને સંઘ પરિવાર સાથે વૈચારિક રીતે જોડાયેલું છે, જે ભાજપ, આરએસએસ, વીએચપી ની છત્રછાયા હેઠળ કાર્યરત છે.

આ બેનરો પ્રકાશિત થતાની સાથે જ પ્રધાનમંત્રી મોદી તરફી મીડિયા હાઉસોએ, પારદર્શક રૂપે ઓર્કેસ્ટરેટેડ મીડિયા અભિયાનમાં, તેને “કેનેડા થેન્ક્સ ઈન્ડિયા” નું લેબલ લગાવી રહ્યા છે અને કેનેડાની સરકાર ભારતની આધીનતામાં છે તેવું દેખાડી રહ્યા છે. તેઓ જાણી જોઈને આ હકીકતને છુપાવી રહ્યા છે કે આ અભિયાનને ઓન્ટારીયોના મિસિસૌગા સ્થિત હિંદુત્વ ફોરમ કેનેડા (એચએફસી) નામની મોદી પ્રેમી સંસ્થા દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું છે.

એચએફસીએ મોદી સરકારને સીએએ-એનઆરસી કાયદા અને ખેડૂતો અંગેના નવા કાયદા અંગે જાહેરમાં ટેકો આપ્યો છે. હકીકતમાં, એચએફસી સામાન્ય રીતે મુસ્લિમ કેનેડિયન વિરુદ્ધ તેની ટિપ્પણીઓ અને અભિયાનો માટે દક્ષિણ એશિયન સમુદાયમાં કુખ્યાત છે.

એચએફસીના અધ્યક્ષ, રાવ યેન્દામૂરી, વર્ષ 2014 માં ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની રચના પહેલાથી જ PM મોદીના સહયોગી રહ્યા છે. તેઓ કેનેડામાં ગુનાહિત પ્રવૃત્તિ માટે કેનેડિયન કાયદા અધિકારીઓ સાથે પણ પરિચિત છે. સપ્ટેમ્બર 2017 માં યેન્દામૂરીને ઇમિગ્રેશન છેતરપિંડી અને બનાવટી ગણતરીના ગુનામાં દોષી ઠેરવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *