વિદ્યાર્થીઓની શાળા ફી માટે સૌથી મોટા સમાચાર- હાઇકોર્ટે કરી જાહેરાત

હાલમાં કોરોનાના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહો છે. ગુજરાતમાં સ્કૂલ ફી મામલે આજે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો…

હાલમાં કોરોનાના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહો છે. ગુજરાતમાં સ્કૂલ ફી મામલે આજે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકોને રાહત તો વાલીઓ માટે ખરાબ સમાચાર છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.

આજ રોજ સરકારના પરિપત્ર સામે થયેલી અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. જે દરમ્યાન કોર્ટે જણાવ્યું કે, સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે, વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો પરંતુ શાળા સંચાલકો કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા. જેની સામે કોર્ટે કહ્યું કે, અમે આ મુદ્દે શાળા સંચાલકોને પણ જરૂરી નિર્દેશ આપીશું. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા વિગતવાર હુકમ જાહેર કરવામાં આવશે. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હોઈકોર્ટે અવલોકન કર્યું હતું.

આજ રોજ સરકારના પરિપત્ર સામે થયેલી અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. જે દરમ્યાન કોર્ટે જણાવ્યું કે, શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને અમે જરૂરી નિર્દેશ આપીશુ. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું છે કે, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.

લોકડાઉનના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં સ્કૂલ સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હતા. તેના સામે રાજ્ય સરકારે ફી બંધીનો ઠરાવ કર્યો હતો. અંગે કોર્ટે જણાવ્યું છે કે, સરકાર સાથે સ્કૂલ સંચાલકો ચર્ચા કરી વચગાળાનો ઉકેલ શોધે. કોર્ટે આ સાથે સ્કૂલ સંચાલકોને ચીમકી આપી છે કે સ્કૂલો શિક્ષણને બંધ ના કરે. સરકારે રજૂ કરેલા પરિપત્રના બાકીના મામલાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. હવે એ જોવાનું છે કે આ મામલે સરકાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે કે નહીં. સરકારને આજે હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. રાજ્ય સરકારના પરિપત્રમાંથી ફી નો મામલો ઉડાડી દેતાં હવે વાલીઓએ ફી ભરવાની તૈયારી રાખવી પડશે. હાઈકોર્ટે આ મામલે સરકારને લપડાક આપી છે પણ ઓનલાઈન અભ્યાસક્રમ કરાવનાર સ્કૂલો હવે ફી માગશે એ નક્કી છે. આ બાબતે વાલી મંડળ શું નિર્ણય લે એ પર પણ મોટો આધાર છે. સ્કૂલ સંચાલક મંડળે હાઈકોર્ટમાં કરેલી પીટિશનમાં તેમની મોટી જીત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *