31 ડિસેમ્બર પહેલા ડ્રગ્સ માફિયા બન્યા બેફામ- સલૂનમાં ચાલતા નશાના કાળા કારોબારનો આ રીતે થયો પર્દાફાશ

ગુજરાત(Gujarat): રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી(Celebrate 31 December)ને લઇને ડ્રગ્સ માફિયા(Drugs mafia)ઓ બેફામ બન્યા છે. ત્યારે અમદાવાદ(Ahmedabad) શહેરના બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ(High-profile drugs) મામલે મોટો પર્દાફાશ થયો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી(Celebrate 31 December)ને લઇને ડ્રગ્સ માફિયા(Drugs mafia)ઓ બેફામ બન્યા છે. ત્યારે અમદાવાદ(Ahmedabad) શહેરના બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ(High-profile drugs) મામલે મોટો પર્દાફાશ થયો છે. વેદાંત પટેલ અને તેની ગેંગને શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરતા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે, તેમના દ્વારા 31 ડિસેમ્બરના રોજ પાર્ટી માટે ડ્રગ્સ સપ્લાય કરાતું હોવાનું બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેદાંત પટેલે સૌપ્રથમ વાર બોપલમાં REXON નામનું સલુન ચાલુ કર્યું હતું અને સલુનમાં જ નશાનો કાળો વેપાર શરૂ કર્યો હતો. વેદાંત સિંગાપોર ગયો તે આગાઉ જ ગાંજા અને ચરસનો નશો કરતો હતો. જ્યારે સિંગાપોરમાં વેદાંતને પ્યોર ક્વોલિટીનું ડ્રગ્સ મળી રહેતું હતું. વેદાંત તો પહેલા ડાર્ક વેબ શીખ્યો અને જેનાથી તેને ડ્રગ્સ મંગાવ્યું હતું. ભારત આવ્યા બાદ તેને સલુનને ડ્રગ્સ વેચવાનું કારસ્તાન બનાવ્યું.

વેદાંત પટેલ અને તેની ગેંગ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરતો:
અત્રે ઉલ્લેખનિય છે કે, વેદાંતની માતા પણ સલુન ચલાવી રહી છે તેના પરથી વેંદાતને વિચાર આવ્યો હતો અને સલુનમાં હાઇપ્રોફાઇલ લોકો આવતા હતા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. વેદાંત અને તેની ગેંગની ધરપકડ બાદ મોટા ઘટસ્ફોટ થયા છે જેમાં વેદાંત સાથે અમદાવાદ સહિત વલસાડના ડ્રગ્સ ડીલર સુધીનું નેટવર્ક બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સ પેડલરો ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ લોકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

31 ડિસેમ્બરને લઇ ડ્રગ્સ માફિયા બન્યા બેફામ:
શહેરમાં નશાના કાળા કારોબારને લઈને લઈ અમદાવાદ પોલીસ સતર્ક બની છે. ગામડાઓમાં ફાર્મ હાઉસ અને ક્લબમાં પોલીસ બાજ નજર રાખી રહી છે અને તેમજ આગામી 31 ડિસેમ્બરને લઈને પોલીસ પૂરી તૈયારીમાં છે અને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વેદાંત પટેલના ડ્રગ્સના નેટવર્કની ચાલી રહેલી તપાસમાં હજુ પણ ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે, જેને લઈને પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *