મોબાઈલના વધુ પડતા ઉપયોગથી શરીરને થાય છે કોરોના કરતા પણ વધારે ગંભીર નુકશાન- જાણો અહીં

Published on Trishul News at 1:31 PM, Sun, 24 May 2020

Last modified on May 24th, 2020 at 1:31 PM

લોકડાઉનને કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. જેથી કંટોળા દૂર કરવા માટે અવારનવાર મોબાઇલની સામે મીટ માંડે છે. અનેક રિપોર્ટોમાં ખુલાસો થયો છે કે, લોકડાઉનને કારણે લોકો મોબાઇલ પર વધુને વધુ સમય પસાર કરી રહ્યાં છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી એવી બીમારીઓ થઇ શકે છે કે જેનું આપણે પહેલા ક્યારેય નામ પણ નથી સાંભળ્યું. આવી જ એક બિમારી છે ‘સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ’.

શું છે ‘સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ’ ?

સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકો આ બીમારીનો ભોગ બને છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હાથની નાની આંગળીનો ઉપયોગ વધારે થાય છે અને આ આંગળીને અંગ્રેજી ભાષામાં પિન્કી ફિંગર કહેવાય છે. આ નાની આંગળીથી મોબાઇલનો વધારે ઉપયોગ થવાથી એના સાંધા પર દબાણ વધતા આર્થરાઇટિસનું જોખમ વધી જાય છે. મોબાઇલ ફોન માટે અંગૂઠાનો ઉપયોગ પણ વધારે થાય છે, જેનાથી અંગૂઠાના સાંધા પર વધારે અસર થાય છે. એટલે આ બિમારીને સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ કહેવાય છે.

લોકડાઉનમાં પિંકી સિન્ડ્રોમના કિસ્સા વધ્યા

કેટલાંક મેડિકલ રિપોર્ટમાં જાણકારી મળી છે કે, લોકડાઉનમાં લોકો સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જે લોકો અગાઉ 4થી 5 કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા, તેઓ હવે 14 કલાકથી વધારે સમય સ્માર્ટફોન સાથે વિતાવે છે. ઘણા ડૉક્ટર્સ પણ જણાવે છે કે લોકડાઉન દરમિયાન મોબાઇલનો વધારે ઉપયોગ થવાથી ઘણા લોકોમાં આંગળી વળી જવાની સમસ્યા વધી છે.

બચવાના ઉપાય

આ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઉપાય એક જ છે કે મોબાઇલનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરવો. રાત્રે સૂતી વખતે મોબાઇલનો ઉપયોગ બંધ કરવો, જેથી ઊંઘની સમસ્યા પેદા ન થાય અને આંખોને નુકસાન ન થાય. જો કોઈને ફોન પર વાત કરવાની વધારે ટેવ હોય, તો ઇયરફોનનો ઉપયોગ કરે, જેથી મોબાઇલ સાથે અંતર જળવાઈ રહે. હાથની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, જેથી ત્યાં લોહીનું પરિભ્રમણ જળવાઈ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "મોબાઈલના વધુ પડતા ઉપયોગથી શરીરને થાય છે કોરોના કરતા પણ વધારે ગંભીર નુકશાન- જાણો અહીં"

Leave a comment

Your email address will not be published.


*