ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

એથલેટિક્સમાં હિમા દાસે ભારતને 11 દિવસમાં જ અપાવ્યા 3 ગોલ્ડ મેડલ. જાણો વધુ

ભારતની સ્ટાર એથલિટ હિમા દાસ દિવસે ને દિવસે જબરદસ્ત પરફોર્મ કરી રહી છે. બે અઠવાડિયાની અંદર જ હિમા દાસે ત્રીજું ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું છે.હિમાએ મહિલાઓની 200 મીટર રેસમાં 11 દિવસની અંદર જ ત્રીજું ગોલ્ડ મેડલ મેળવી લીધું હતું.

ચેક રિપબ્લિકમાં ચાલી રહેલા ક્લાદ્રો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં આ ગોલ્ડ મેડલ હિમા દાસે પોતાને નામે કર્યું હતું. હિમા દાસે ફક્ત 23.43 સેકેન્ડના સમયમાં આ રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું.

આ પહેલા ગયા અઠવાડિયે 2 જુલાઇ અને 6 જુલાઇના રોજ પણ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર રેસમાં બે ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ હિમા દાસે પોતાના નામે કર્યા હતા. છેલ્લા ઘણા મહિનાથી હિમા દાસ પીઠની સમસ્યા સામે ઝઝૂમી રહી હતી, પરંતુ જબરદસ્ત પરફોર્મ કરીને તેણે બધાને ચોંકાવી દીધા હતા.

હિમાએ મહિલાઓની 200 મીટર રેસમાં 11 દિવસની અંદર જ ત્રીજું ગોલ્ડ મેડલ મેળવી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: