ફરીવાર અહિયાં સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું- એકસાથે આટલી છોકરીઓ એવી હાલતમાં હતી કે…

હરિયાણા: હરિયાણાના હિસાર જીલ્લામાં હાંસી પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને વારંવાર બાતમી મળી હતી કે, હાંસી બસ સ્ટેન્ડ નજીક અમર માર્કેટમાં આવેલા સ્પા સેન્ટરમાં…

હરિયાણા: હરિયાણાના હિસાર જીલ્લામાં હાંસી પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને વારંવાર બાતમી મળી હતી કે, હાંસી બસ સ્ટેન્ડ નજીક અમર માર્કેટમાં આવેલા સ્પા સેન્ટરમાં દેહ વ્યાપાર ચાલી રહયો છે. જાણકારી મળ્યા બાદ પોલીસ બનાવટી ગ્રાહક બનીને સ્પા સેન્ટર ગયા હતા, ત્યારબાદ પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડીને 6 વ્યકતિઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં સ્પા સેન્ટરના મેનેજર અને અન્ય 2 રાજ્યોની મહિલાઓ સહિત કુલ 9 લોકોનો સમાવેશ થાય છે.

એસએચઓ વિકાસ કુમારે જણાવ્યું હતું કે, પોલીસને દેહ વ્યાપાર અંગેની માહિતી મળી હતી, ત્યારબાદ સ્પા સેન્ટરમાં દરોડા પાડતા 7 પુરુષો અને 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલી બંને મહિલાઓ દિલ્હીની છે. આરોપી પૈકી એક મેનેજર સહિત 6 ગ્રાહકો અને 2 યુવતીઓને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. સ્પા સેન્ટરનો માલિક ફરાર છે. પોલીસે રેડ પાર્ટી તૈયાર કરી બોગસ ગ્રાહકોને મોકલીને ત્યાં દરોડા પાડ્યા છે.

અગાઉ હરિયાણાના સોનીપતમાં પણ મુરથલના ધાબામાં સેક્સ રેકેટનો પર્દાફાશ કરી ચુક્યા છે. ત્યાંથી સીએમ ફ્લાઈંગ સ્ક્વોડે ઢાબા પર દરોડા પાડ્યા હતા. બાદમાં આ મામલે કાર્યવાહી ન કરવા બદલ સ્થાનિક પોલીસ મથકના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *