પત્નીની નજર સામે પતિનું તડપી-તડપીને મોત- અમદાવાદમાં બેફામ કરચાલકે દંપતીને હવામાં ફંગોળ્યા

Ahemedabad Accident News: અમદાવાદ (Ahemedabad) માં વધુ એક હિટ એન્ડ રન (Hit and run) ની ઘટના સામે આવી છે. શહેરના શાહપુરમાં એક કાર ચાલકે એકટીવા…

Ahemedabad Accident News: અમદાવાદ (Ahemedabad) માં વધુ એક હિટ એન્ડ રન (Hit and run) ની ઘટના સામે આવી છે. શહેરના શાહપુરમાં એક કાર ચાલકે એકટીવા લઈને જતા પતિ પત્નીને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, ઘટના સ્થળે જ પતિનું મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

અમદાવાદમાં પુરપાટ ઝડપે કાર ચલાવી એકટીવા પર જઈ રહેલા દંપતિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી પત્નીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ પત્નીની સારવાર ચાલી રહી છે, ત્યારે પોલીસે પણ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરના નવા વાડજ ખાતે રહેતા નીતિનભાઈ અને તેમના પત્ની ગાયત્રી બહેન રાતના સમયે સાસુને મળવા શાહપુર ગયા હતા. શાહપુરથી પરત ફરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારે એકટીવા ને અડફેટે લીધી હતી. એકટીવાને ટક્કર મારી કારચાલક તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં નીતિનભાઈ નું ઘટના સ્થળજ મૃત્યુ થયું હતું જ્યારે ગાયત્રીબેન ને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કારચાલક અકસ્માત બાદ દંપતિને મદદ કરવાનું તો દૂર… બંનેની હાલત જોયા વગર જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં એકટીવા ચાલક નીતિનભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોટમ ખાતે ખસેડ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત ગાયત્રીબેન ને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *