Surat માં રાહદારીને ટક્કર મારતા ઉશ્કેરાયેલા ટોળાએ સીટી બસને જ સળગાવી દીધી- જુઓ વિડીયો

અત્યાર સુધીમાં સીટી બસે કેટલાય લોકોનો ભોગ લીધો છે. અવારનવાર સિટી બસના કારણે સામાન્ય જનતાના જીવ જોખમમાં મુકાયા છે, આવી જ એક ઘટના સુરત (Surat)…

અત્યાર સુધીમાં સીટી બસે કેટલાય લોકોનો ભોગ લીધો છે. અવારનવાર સિટી બસના કારણે સામાન્ય જનતાના જીવ જોખમમાં મુકાયા છે, આવી જ એક ઘટના સુરત (Surat) ના સરથાણા (sarthana) નજીક ડાયમંડનગર માંથી સામે આવી છે. અહીંયા રાહદારીઓને ટક્કર મારતાં, ઉશ્કેરાયેલા લોકોએ સીટી બસ સળગાવી દીધી હતી. શુક્રવારના રોજ મોડી રાત્રે બનેલી આ ઘટના સર્જાતા જ પોલીસ દોડતી થઇ હતી.

આ ઘટનામાં ઘાયલ થયેલા રાહદારીઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સર્જાતા જ ઘટના સ્થળે પહોંચીને પોલીસ અધિકારીઓએ સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા, સિટી બસને આગ લગાવનારા છ લોકોની ઓળખ કરી હતી, અને ત્રણ લોકોની અટકાયત પણ કરી લીધી છે.

ફાયર વિભાગને કોલ મળતા જ, ફાયરના જવાનો ઘટનાસ્થળે હાજર થયા હતા અને આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનથી પીઆઇ અને અન્ય સ્ટાફે ઘટનાસ્થળે જઈને, પરિસ્થિતિ રાગે પડી હતી. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં બસ ડ્રાઇવર અને કંડકટર એકદમ સુરક્ષિત છે.

સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઇ એમકે ગુર્જરે જણાવતા કહ્યું હતું કે, બીઆરટીએસ રૂટ પર એક યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક બસ આવે છે અને યુવકને અડફેટે લે છે. ત્યારબાદ યુવાન ઘટનાસ્થળે જ બેભાન થઇ જાય છે. સ્થાનિક લોકો તાત્કાલિક યુવકને 108 ની મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલે છે. આ ઘટના સર્જાતા, રોષે ભરાયેલા સ્થાનિકોએ બસને આગ લગાડી દીધી હતી. જો કે બસમાં કોઇ હાજર નહોતું.

ઘટના સર્જાતા ગણતરીની મિનિટોમાં પોલીસ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે છ લોકોની ઓળખ કરી હતી અને, ત્રણ લોકોને ડીટેન પણ કરાયા હતા. હાલ પોલીસ સીસીટીવી તપાસી આગળની તપાસ હાથ ધરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *