વ્યાજખોર ભાજપના ધારાસભ્ય અને પુત્ર સહીત 12 ત્રાસ આપે છે એમ લખીને ત્રણ દીકરીના પિતા કેનાલ પાસે ગાડી મુકીને…

Published on: 8:03 pm, Wed, 16 June 21

છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના આતંકથી આપઘાત અને ગાયબ થવાની ઘટનાઓએ વેગ પકડ્યો છે. હાલ આવા એક સમાચાર કરજણ માંથી પ્રકાસમાં આવ્યા છે. કરજણના લીલોડ ગામના રહેવાસી હિતેશભાઈ લાંબી ચિઠ્ઠી લખીને ગાયબ થઇ જતા ચકચાર મચી છે. હિતેશભાઈએ લખેલી ચાર પાનાની ચિઠ્ઠીમાં કરજણના જ ધારાસભ્ય અને તેમના દીકરાનું નામ પહેલા લખવામાં આવ્યું છે અને આ સાથે સાથે કુલ ૧૨ લોકોના નામ લખ્યા હતા. સાથે સાથે લખ્યું હતું કે, આ તમામ વ્યાજખોરો છે અને હેરાન પરેશાન કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વિવાદમાં સંડોવાયા છે.

સુત્રોદ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના દીકરા રૂષિ પટેલ સહીત કુલ ૧૨ લોકોના નામ લખીને હિતેશભાઈ ગુમ થઇ ગયા છે. હિતેશભાઈને ત્રણ દીકરી છે અને ત્રણેય દીકરીઓને સાથે લઈને પોતે ગાયબ થયા છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો. આ તમામ ઘટના મામલે પોલીસે ગુમ થયેલા હિતેશભાઈની શોધખોળ શરુ કરી છે.

સોસીયલ મીડિયામાં વાયરલ થયેલી ચિઠ્ઠીમાં હિતેશભાઈએ લખ્યું છે કે, વ્યાજખોરો દ્વારા સતત હેરાન પરેશાન કરવામાં આવતો હતા અને મુખ્ય જવાબદાર તરીકે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્ર ઋષિ પટેલને ઠેરવ્યા હતા. ટોટલ 12 લોકો સામે ગંભીર આક્ષેપો કરીને હિતેશભાઈ તેમની ત્રણ દીકરીઓ સાથે ગુમ થયા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તેમનું એકટીવા નદી કિનારે મળી આવ્યું હતું. આ તમામ ઘટના અંગે તાત્કાલિક પોલીસે ગુમ થયેલા હિતેશભાઇની શોધખોળ હાથ ધરી છે.

ગુમ થયેલા હિતેશભાઈએ પત્રમાં લખતા જણાવતા કહ્યું હતું કે, હું હિતેશભાઇ જાતે આ પત્ર લખી રહ્યો છું. આજથી મારી જીંદગીમાંથી મુક્ત થાવ છું. એનું કારણ છે કે આજે લોકોએ મારી પર ખુબ દબાણ આપી રહ્યા છે. મારો ધંધો છેલ્લા બે મહિનાથી કોરોનાના હિસાબે બંધ છે. આ કારણે બધાને કીધું કે મારાથી પૈસા હમણાં નહિ બને. પરંતુ કોને ખબર બધા મારા જેવા સીધા માણસને હેરાન કેમ કરવા લાગ્યા. આજે જે લોકોને મેં વ્યાજ આપ્યું ત્યાં સુધી ત્રાસ ના આપ્યો, અને હવે જ્યારે ધંધો બંધ થયો ત્યારે મને ગમે તેમ ત્રાસ આપે છે. હવે મારાથી આ બદનામી સહન નહિ થતા હું મારા જીવનનો ત્યાગ કરું છું. આ લોકોના ત્રાસથી જેના નામ લખું છું. એ બધા જવાબદાર છે.

મુકેશ રણછોડ લીલોડ, કેયુરભાઇ મુકેશભાઇ લીલોડ, પટ્ટુભાઇ અશોકભાઇ લીલોડ, મિલેનભાઇ (ભરૂચ), પ્રેશવાળા રાજીભાઇ વેમેરડી, રાણપુર સ્નેહલ મિલેનભાઇનો માણસ આ લોકોના ટોચરથી હું આત્માહત્યા કરવા મજબુર થયો છું. એમાં જે લોકોએ મારી ઇજ્જત બગાડી એ લોકોના નામ પણ આપું છું.

મોસીનભાઇ રસીદભાઇ લીલોડ, ફેજુદીન રસુલભાઇ લીલોડ, રફીકભાઇ નકુમ લીલોડ, નાગજીભાઇ પટેલ લીલોડ.

આ બધુ કામ મને ખબર છો, કોને કરાવ્યુ ખાસ મેન વ્યક્તિ છે…

‘અક્ષય પટેલ લીલોડ, રૂષી પટેલ લીલોડ. આ બંને મેન’- આવું કહી ધારાસભ્ય અને તેના દીકરાને નિશાને લીધા હતા.

આ સાથે સાથે જ હિતેશભાઈએ લખ્યું હતું કે, ‘હું આજથી નદીમાં કુદકો મારીને આત્મા હત્યા કરૂ છું. જેના જવાબદાર આ બધા જ હશે. કોઇ પણ વ્યક્તિ પાસે બે મહિના કોરોનાના સમયે ધંધો બંધ થઇ જાય તો આજે પાંચ વરસથી આપતા વ્યાજ આજે બે મહિના બંધ થઇ જાય તો આટલું ટોચર કરવાની શી જરૂર છે. આજે મારી ત્રણ છોકરીઓ અને મારી વાઇફને નાદાનીમાં છોડીને મારે જવું પડે એમ છે.’

સરકારને અપીલ કરતા હિતેશભાઈએ જણાવ્યું…
‘હું સરકારને અરજ કરું છું કે. મારા ગયા પછી આ વ્યાજ ખોરોને સખત સજા આપવા વિનંતી. મારી ઇજ્જતના ખાતર આ પગલું ઉઠાવવા મજબુર થયો છું. મારા મરવાનું કારણ આ બધા લોકો છે. આવું કોઇ સીધા વ્યક્તિ જોડે ના થાય તે માટે તમે કડાક પગલા લેવા વિનંતી. જય શ્રી રામ’ -લિ. હિતેશભાઇ એન વાળંદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.