અમિત શાહની પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી, આતંકવાદને લઈ કહી દીધી આ મોટી વાત

Published on: 9:44 am, Fri, 15 October 21

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) પાકિસ્તાનને (Pakistan)ચેતવણી આપવામાં આવી છે. અમિત શાહ જણાવે છે કે, જો પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓનો આ જ રીતે વધારો કર્યો તેમજ નાગરિકોની હત્યાને પ્રાયોજિત કરી તો બીજી એક સર્જિકલ સ્ટ્રાઇકનો (Surgical strike)સામનો કરવો પડશે.

અમિત શાહ જણાવે છે  કહ્યું કે, વર્ધ 2016માં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને સાબિત કરી બતાવ્યું હતું કે, અમે હુમલાને સહન કરતા નથી. જો તમે ઉલ્લંઘન કરશો તો બીજી પણ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી તથા પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકરની દેખરેખમાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક એક મહત્વપૂર્ણ પગલું હતું.

અમે એ સંદેશ આપ્યો હતો કે, કોઇપણ ભારતીય સરહદો પર ખોટી હરકત કરી શકે નહીં. એક સમય એવો હતો કે, જયારે વાતચીત કરવાનો પરંતુ પ્રતિક્રિયાનો સમય છે. ગત દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ તથા શીખોને ટાર્ગેટ કરીને તેમની હત્યા કરવામાં આવી છે.

આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા બાદ સેનાએ પોતાનું અભિયાન ઝડપી કરી દીધું છે. નાગરિકો પર હુમલા સિવાય આતંકીઓએ સેના ઉપર પણ હુમલો કર્યો હતો. ઘાટીમાં આવા પ્રકારની ઘટના બાદથી લોકો આતંકવાદીઓ પર આકરો પ્રહાર કરવાની માંગ કરી રહ્યા છે. ઘાટીમાં દેશની સેનાએ આતંકવાદીઓને જોરદાર ચોટ આપી છે.

સેના આંતકીઓને વીણી વીણીને સાફ કરવાનું અભિયાન ચલાવી રહી છે ત્યારે દિલ્હી તથા અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક આતંકવાદીઓને જીવતા પકડી લેવામાં આવ્યા છે કે, જેમના કબૂલનામા બાદ પાકિસ્તાનની પોલ આખી દુનિયામાં ખુલી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.