આ ઘરેલું ઉપચાર અપનાવવાથી શરીરનાં કોઈપણ ભાગમાં થતો દુ:ખાવો થઈ જશે એકદમ ગાયબ

Published on Trishul News at 9:53 AM, Sat, 23 January 2021

Last modified on January 23rd, 2021 at 9:53 AM

આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પીડાતા જ હોય છે ત્યારે હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેનાથી આપને ક્યારેય પણ દવાખાને જવાંનો વારો આવશે નહિ. શરીરના કોઈપણ અંગમાં દુ:ખાવો થવો એ આધુનિક જીવનશૈલીનુ પરિણામ છે.

કોઈપણ અંગમાં સમસ્યા થતા પીડિતોને ભયાનક દર્દ થવા લાગતો હોય છે. જો તમે પણ કોઈપણ જાતના દુ:ખાવાનો ભોગ બન્યાં છો તો દર્દ નિવારણ માટે મદદરૂપ કેટલાક વિશેષ પદાર્થોનુ સેવન કરવું જોઈએ. આની સાથે જ કેટલાંક ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરવો જોઈએ.

આપનાં આરોગ્યની રક્ષા કરવાની ઉપરાંત તમામ દુ:ખાવામાં ઔષધિની જેમ કામ કરશે. જ્યારે એલોપેથિક દવા લેતા અનેક જાતની આડઅસર થતી હોય છે. ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે કે, જેમને ખાવાથી તથા લગાવવાથી દુ:ખાવો ગાયબ થઈ જાય છે.

મેથી:
ગેસ તથા કફ એમ બંન્ને સમસ્યાથી છુટકારો મેળવવાં માટે મેથીનું સ્વન કરવું. કારણ કે, ઔષધિની જેમ કાર્ય કરે છે. દરરોજ માત્ર 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી તમામ પ્રકારનાં રોગ દૂર થઈ જાય છે. મેથી તથા સોંઠને સમાન માત્રામાં ભેળવીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકવા જોઈએ. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળમાં ભેળવીને સવાર-સાંજ ખાવાથી ગઠિયા તેમજ સાંધાના દુખાવામાંથી રાહત મળે છે.

આદુ:
આદુનાં કુલ 2 પ્રકાર છે કે, જેને એક જ પદાર્થના બે રૂપ જણાવવામાં આવે છે. લીલા સ્વરૂપમાં હોય ત્યારે આદુ કહેવામાં આવે છે જયારે સૂકાઈ જાય તો એને સૂંઠ કહેવામાં આવે છે. આદુ તથા સૂંઠનો ઉપયોગ મસાલા તેમજ ઘરેલુ ઉપચારનાં સ્વરૂપમાં પણ ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વા જેવા ગંભીર રોગ માટે સૌથી ઉત્તમ દવા સાબિત થાય છે.

જાયફળના તેલને સરસિયાના તેલમાં ભેળવીને જોઈંટના જૂના સોજા પર માલિશ કરવાથી ખુબ લાભદાયક સાબિત થાય છે. આની સાથે જ જોઈંટના દુખાવાથી ખુબ રાહત મળે છે. જાયફળનુ ચૂરણ મધની સાથે સેવન કરવાથી જોઈંટના દુખાવો દૂર થઈ જાય છે.

જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેને થોડુ ગરમ કરીને લેપ કરવાથી માથાનો દુ:ખાવો તેમજ  શરદી એકદમપણે ઠીક થઈ જાય છે. કોઈપણ જાતનાં દુખાવાને લસણના રસનો પ્રભાવથી યૂરિક એસિડ ઓગળીને પ્રવાહી સ્વરૂપમાં મૂત્રમાર્ગથી બહાર નીકળી જતો હોય છે.

જેથી આ ગઠિયા તથા સંઘિવાત વગેરે રોગોમાં ખુબ ગુણકારી સાબિત થાય છે. લસણ એ પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાના દોષ વગેરેમાં પણ ઔષધિની જેમ કામ કરે છે. દૂધ અને પાણીમાં બરાબરની માત્રામાં ભેળવીને લસણ તથા વાયવ ડિંગમા ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ. આ મિશ્રણથી માંસપેશીયો મજબૂત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "આ ઘરેલું ઉપચાર અપનાવવાથી શરીરનાં કોઈપણ ભાગમાં થતો દુ:ખાવો થઈ જશે એકદમ ગાયબ"

Leave a comment

Your email address will not be published.


*