સુરત- પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો

સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો.…

સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જોકે હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.

સચીન જીઆઇડીસી વિસ્તારમાં ટેમ્પો ચલાવતા સોનું નામના યુવકને ચાર જેટલા હોમગાર્ડના જવાનો એ બેરહમીપૂર્વક લાકડી વડે ફટકાર્યો છે. સોનું નામનો યુવક સચીન જીઆઇડીસી વિસ્તારમાં જ ટેમ્પો ચલાવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.

ગતરોજ સોનુ રાત્રીના દસ વાગ્યા દરમિયાન સચીન જીઆઈડીસીના ઈશ્વરનગર ખાતેથી પગપાળા જઇ રહ્યો હતો જે વેળાએ ત્યાં હાજર ચાર જેટલા હોમગાર્ડના જવાનો એ સોનુ ને આંતરી ચોરીનો આરોપ મૂક્યો હતો જ્યાં સોનુ પાસે રહેલા રોકડા રૂપિયા મોબાઇલ તેમજ લાયસન્સની લોટ ચલાવી લાકડી વડે બેરહમીપૂર્વક ફટકારવામાં આવ્યો હતો.

જે બાદ યુવક બેભાન થઇ જતાં સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા સોનુંએ જણાવ્યું હતું કે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરવા પણ ગયો હતો. પરંતુ સ્થાનિક પોલીસ મથકના કર્મચારીઓએ તેની સાથે ઉદ્ધતાઈભર્યું પરિવર્તન કરી ગાળો ભાંડી હતી. જ્યાં બાદમાં પોલીસ મથકેથી તગેડી મુકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *