પુરપાટ ઝડપે આવી રહેલી કાર બેકાબુ થઇ ઝાડ સાથે અથડાઈ, ઘટના સ્થળે જ ત્રણના કરુણ મોત

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. આ અકસ્માતોમાં દરરોજ ન જાણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેમજ ઘણી વાર…

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. આ અકસ્માતોમાં દરરોજ ન જાણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેમજ ઘણી વાર બીજાની બેદરકારીના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલ આવા જ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. યુપી (UP)ના આગ્રામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા હતા. જયારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ કાર ઝાડ સાથે અથડાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ફિરોઝાબાદના 5 યુવકો એક કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. થાણા ફતેહાબાદ વિસ્તારમાં કાર કાબૂ બહાર ગઈ અને સીધી એક ઝાડ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માત બાદ પોલીસે મૃતકના પરિજનોને જાણ કરીને કાર્યવાહી શરૂ કરી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *