હોસ્પિટલોએ પણ ન કરી મદદ, પોલીસના સહારે થઈ મહિલાની ડિલિવરી

Published on Trishul News at 12:34 PM, Sun, 5 April 2020

Last modified on April 5th, 2020 at 12:34 PM

કોરોનાવાયરસના કારણે આખા દેશમાં lockdown ચાલુ છે.લોકોમાં આ વાઇરસને લઈને એ રીતે છવાઈ ગયો છે કે તે કોઇ બિમાર વ્યક્તિની મદદ કરવાથી પણ ગભરાઇ રહ્યા છે. કંઈક આવું જ થયું છે પંજાબના મોગામાં, જ્યાં એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસુતિ પીડા શરૂ થઈ. મહિલાના પરિજનોએ પાડોશીઓની પાસે મદદ માંગી પરંતુ કોરોના ભયથી કોઈએ પણ તેની મદદ ન કરી. એટલું જ નહી મહિલાના પરિવારજનોને પણ સ્થાનીય હોસ્પિટલોમાં પણ લગાવ્યા પણ ત્યાં પણ તેમને નિરાશા જ હાથ લાગી.

જ્યારે ગર્ભવતી મહિલાના પરિવારજનોને lockdown દરમિયાન મહિલાને કોઈ બીજા હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા એ વખતે રસ્તામાં પેટ્રોલિંગ કરનાર પોલીસ કર્મીઓએ તેની ગાડી રોકી.

મહિલાના પરિવારજનોએ બંને પોલીસ કર્મીઓને આખી વાત જણાવી તો તેમનું દિલ પીગળી ગયું. આ દરમ્યાન મહિલાનો દુખાવો વધી ગયો.હોસ્પિટલ પહોંચવા સુધીનો પણ સમય ન હોવાના કારણે બંને પોલીસ કર્મીઓ રસ્તામાં જ એક જગ્યાએ ગાડી રોકી મહિનાના બાળકની ડિલિવરી કરવાનો નિર્ણય લીધો.

બંને પોલીસ કર્મીઓએ રોડ પર સ્ટ્રીટ લાઈટની નીચે અને બેંચની દીવાલ બનાવી અને ડિલિવરી કરાવવા સાથે એક સ્થાનીય પ્રશિક્ષિત મહિલાને બોલાવી.

ગર્ભવતી મહિલા જ્યોતિએ ત્યાં રોડ પર જ પોલીસવાળાઓની દેખભાળમાં એક સ્વસ્થ છોકરાને જન્મ આપ્યો જેના બાદ બંને પોલીસ કર્મીઓ અને પરિવારજનોને રાહતના શ્વાસ લીધા.

બાળકના જન્મ બાદ જ્યોતિના સંબંધી બીબો રાણી અને બંને પોલીસ કર્મીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે જ્યારે કોઇ હોસ્પિટલ અને પડોશીઓએ મદદ ન કરી ત્યારે આ બંને પોલીસ કર્મીઓએ અમારા માટે ભગવાન બની ને આવ્યા.

બંને પોલીસ કર્મીઓના આ કામ ઉપર ત્યાના એસપીએ પણ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે બંનેને સન્માનિત કરવા અને ઇનામ આપવા માટે પોલીસ વિભાગને પત્ર લખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Be the first to comment on "હોસ્પિટલોએ પણ ન કરી મદદ, પોલીસના સહારે થઈ મહિલાની ડિલિવરી"

Leave a comment

Your email address will not be published.


*