પત્ની હોટલમાં ચલાવતી હતી દેહવ્યાપાર- અચાનક પતી પહોચ્યો અને પોતાની પત્નીને એવી હાલતમાં જોઈ કે…

સર્વે જણાવી રહ્યો છે કે, છેલ્લા થોડા વર્ષોમાં પતિ પત્નીના અફેર્સની ઘટનાઓએ વેગ પકડ્યો છે. કહેવાય છે કે, લગ્ન પછી પતિ પત્ની સાત જન્મોના બંધનમાં…

સર્વે જણાવી રહ્યો છે કે, છેલ્લા થોડા વર્ષોમાં પતિ પત્નીના અફેર્સની ઘટનાઓએ વેગ પકડ્યો છે. કહેવાય છે કે, લગ્ન પછી પતિ પત્ની સાત જન્મોના બંધનમાં બંધાઈ જાય છે. પરંતુ હાલનો સમય બીજું જ કહી રહ્યો છે, કારણ કે આજના સમયમાં અફેર્સની ઘટનાઓ વાયુવેગે વધી રહી છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં એક પતિએ તેની પત્નીને કોઈ બીજા સાથે જ હોટલની રૂમમાં રંગેહાથ પકડી પાડી હતી. હાલ સોસીયલ મીડિયામાં આ સમાચાર વાયુવેગે વાયરલ થઇ રહ્યા છે. આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકો હોટલ નીચે જ એકઠા થયા હતા અને હંગામો શરુ કરી દીધો હતો.

આ ઘટના ગયા બુધવારના રોજ અલીપુર ચોપાટી નજીક આવેલી હોટલમાં ઘટી હતી. આશરે બપોરના એક વાગ્યે ખરા તડકામાં સ્થાનિકોએ ઉભા કરેલા હંગામાને કારણે ત્યાં પોલીસ આવી પહોચી હતી. આ ઘટના અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના મામલે હોટલના માલિક, મેનેજર અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયા બાદ આ ઘટના પરથી મોટો પરદો ઉઠ્યો હતો. આરોપી મહિલાએ જણાવતા કહ્યું હતું કે, મારા પતિએ જ આ હોટલમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મોકલી હતી. અને પત્નીને તેની સાથે અશ્લીલ તસ્વીરો લેવાનું કહ્યું હતું અને તેની પાસેથી રૂપિયા વસુલવાનું કહ્યું હતું.

બીજીબાજુ જોઈએ તો પતિએ જણાવ્યું હતું કે, મારી પત્ની આવા કામ પહેલા પણ કરતી હતી અને પરિવારની મનાઈ હોવા છતાં વિરુદ્ધમાં જઈને પણ તેણે આ કામ શરુ રાખ્યું હતું. સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે, હું તેની આ હરકતો પર ક્યારનો નજર રાખી રહ્યો હતો. પતિએ પોલીસને જણાવતા કહ્યું કે, જયારે આજે સવારે મારી પત્ની ઘરેથી નીકળી ત્યારે મેં તેનો પીછો કર્યો હતો. અને પછી મેં તેને એક હોટલમાં જાતી જોઈ હતી.

પતિએ ત્યારે જ તેના મિત્રોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા અને પાછી તે પણ હોટલમાં ઘુસ્યો હતો. હોટલના એક રૂમમાં તેની પત્નીનો આવાજ આવી રહ્યો હતો. અને ત્યાર પછી પતીએ તેની પત્નીને રૂમમાંથી બહાર આવવા માટે કહ્યું હતું, અને ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાંથી બહાર આવ્યો હતો. પરંતુ હોટલ મેનેજરની મદદથી એ અજાણ્યો વ્યક્તિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના અંગે અમે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધારવામાં આવી છે.

બીજી તરફ, ત્યાના સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, આ હોટલ પર લાંબા સમયથી અવારનવાર આરોપો લાગ્યા છે. અહિયાં કેટલાય સમયથી આવા જ ઘણા ગેરકાયદેસર કૃત્યો થઈ રહ્યા છે. આ અંગે હોટલના માલિકને પહેલા પણ ચેતવણી આપી હતી પરંતુ તેમછતાં તેણે આવી ગેરકાયદેસર પ્રવુતિઓ શરુ રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *