સાબરકાંઠા: એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને પોતાની જ એક્ટિવાને આગ લગાવી દીધી

સાબરકાંઠા(ગુજરાત): માણસ ગુસ્સામાં હોય ત્યારે તે કંઇ વિચાર્યા વિના નિર્ણય લે છે. ગુસ્સાના લીધે ક્યારેક નુકસાન ભોગવવાનો વારો આવે છે. આવો જ એક બનાવ પ્રાંતિજમાંથી…

સાબરકાંઠા(ગુજરાત): માણસ ગુસ્સામાં હોય ત્યારે તે કંઇ વિચાર્યા વિના નિર્ણય લે છે. ગુસ્સાના લીધે ક્યારેક નુકસાન ભોગવવાનો વારો આવે છે. આવો જ એક બનાવ પ્રાંતિજમાંથી જોવા મળ્યો છે. પ્રાંતિજના રહીશની એક્ટિવામાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી પરંતુ શો રૂમ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય નિકારણ ન કરતા, છેવટે કંટાળીને યુવકે ગુસ્સામાં આવીને શો રૂમ આગળ જ એક્ટિવાને આગ લગાવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં પ્રાંતિજના રહેવાસી વિજયભાઇ ભોઇએ પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલા શો રૂમમાંથી એક્ટિવા ખરીદી હતી અને તેઓ અહીં સર્વિસ કરાવતા આવ્યા હતા. બે-ત્રણ દિવસ પહેલાં તેમણે અહીં શો રૂમમાં એક્ટિવા સર્વિસમાં આપી હતી.

તેઓ જ્યારે એક્ટિવા લેવા માટે ગયા હતા પરંતુ તેમની એક્ટિવાની યોગ્ય સર્વિસ કરવામાં ન આવી હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે શો રૂમના માલિકને ફરિયાદ કરતાં તેમને યોગ્ય જવાબ ન આપ્યો હતો. જેથી વિજયભાઇ ગુસ્સે ભરાયા હતા તેમણે પોતાની એક્ટિવાને શો રૂમ આગળ જ સળગાવી દીધી હતી.

આ ઘટનાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. થોડીવારમાં ફાયર ફાઇટરે આવીને એક્ટિવાની આગને કાબુમાં લીધી હતી. જોકે આ સમગ્ર મામલે શો રૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક્ટિવાની યોગ્ય રીતે સર્વિસ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *