વાવાઝોડા ના નામ કોણ નક્કી કરે છે? કઈ રીતે નક્કી થાય છે નામ?

Published on Trishul News at 5:35 AM, Thu, 16 May 2019

Last modified on May 16th, 2019 at 5:35 AM

ભારતમાં ચક્રવાતી વાવાઝોડા આવવા હવે સામાન્ય બની ગયા છે અને આવામાં તમે જોયું હશે કે, વાવાઝોડા ના વિચિત્ર નામો સંભળાતા હોય છે. દરેક વાવાઝોડા અને તોફાનના અલગ અલગ નામો રાખવામાં આવતા હોય છે. આવામાં તમારા મનમાં એક વિચાર ચોક્કસ આવ્યો હશે કે, આખરે આ તોફાનો ના નામ આવી રીતે કોણ રાખતું હશે? તો આવો જાણીએ કે વાવાઝોડાના નામ કોણ નક્કી કરે છે અને કઈ રીતે નક્કી કરવામાં આવતા હોય છે.

હાલમાં જ ઓરિસ્સામાં અને પશ્ચિમ બંગાળમાં કહેર વરતાવનારો ફાની કે ફણી નામના વાવાઝોડાએ જે રીતે કાળો કેર વર્તાવ્યો તે વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે નક્કી કર્યું હતું. ભારતીય હવામાન વિભાગના અધિક મહાનિર્દેશક મૃત્યુંજય જણાવ્યું કે, ફાનીનો મતલબ સાપની ફેણ થાય છે. પરંતુ સવાલ એ છે કે આ ચક્રવાતોના નામ કઈ રીતે રાખવામાં આવે છે.

ચક્રવાતો ના નામ કરણ કરવાનો સિલસિલો 2004માં શરૂ થયો. ચક્રવાતી તોફાનોના નામ કરણ કરવાનું કામ વૈશ્વિક મોસમ વિજ્ઞાન સંગઠન એશિયા આર્થિક અને સામાજિક આયોગ અને પેસિફીક પેનલ ઓન ટ્રોપિકલ સાયકલોન એ ઓમાન ના મસ્કતમાં વર્ષ 2000માં પોતાના 27મા સત્રમાં આ વિશે સહમતી સાધી ને એશિયાના પશ્ચિમ ભાગના દેશોનું એક સંગઠન બનાવવામાં આવ્યું, જેવો દક્ષિણ એશિયા માં આવતા તોફાનોના નામ નક્કી કરે.

લાંબા વિચાર વિમર્શ બાદ સહમતી સધાઈ કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવવા વાળા ચક્રવર્તી તોફાનોના નામ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દેશો કરશે.

તમને જણાવી દઈએ કે આ અથ દેશો ક્રમાનુસાર વાવાઝોડાના નામ નક્કી કરતા હોય છે. હવે જે તોફાન આવશે તેનું નામ ભારતે પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે. હવે આગળ જે કોઈપણ વાવાઝૉડુ આવશે તેનું નામ ભારતના સુઝાવ પ્રમાણે વાયુ રાખવામાં આવેલ છે. જે પહેલેથી જ નક્કી હોય છે તગરબદ જે વાવાઝોડું આવશે. તેનું નામ માલદીવ કહેશે તે હશે. આ પહેલા આવેલા તિતલી વાવાઝોડાનું નામ પાકિસ્તાને રાખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "વાવાઝોડા ના નામ કોણ નક્કી કરે છે? કઈ રીતે નક્કી થાય છે નામ?"

Leave a comment

Your email address will not be published.


*