વિશ્વભરમાં મચ્યો ખળભળાટ- કોરોના બાદ ચીનમાંથી મળી આવ્યો વધુ એક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક?

ચીન(China)ના વુહાનથી ઉદભવેલા કોરોના(Corona) વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. દુનિયા આમાંથી બહાર પણ નથી આવી શકી કે ચીનમાં વધુ એક ખતરનાક વાયરસ મળી આવ્યો…

ચીન(China)ના વુહાનથી ઉદભવેલા કોરોના(Corona) વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. દુનિયા આમાંથી બહાર પણ નથી આવી શકી કે ચીનમાં વધુ એક ખતરનાક વાયરસ મળી આવ્યો છે. આ નવા વાયરસનું નામ ઝૂનોટિક લેંગ્યા(Zoonotic Langya) છે. 8 ઓગસ્ટે ચીને ઝૂનોટિક લેંગ્યા વાયરસના 35 કેસની પુષ્ટિ કરી હતી. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લોકો નવા પ્રકારના હેનિપાવાઈરસ લેંગ્યાથી સંક્રમિત જોવા મળ્યા છે. આવો જણાવીએ કે ચીનમાંથી ઉદ્ભવેલો આ નવો વાયરસ કેટલો ખતરનાક છે.

પ્રાણીઓમાંથી ફેલાઈ રહ્યો છે વાયરસ:
ધ ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ વાયરસને લેંગ્યા હેનિપાવાઈરસ, LAV પણ કહેવામાં આવે છે. આ વાયરસના પરીક્ષણ માટે ન્યુક્લીક એસિડ પરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. આ વાયરસ ખતરનાક બની શકે છે. હેનીપાવાયરસ લેંગ્યા વાયરસ પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ વાયરસ માણસોને ચેપ લગાવી શકે છે.

વાયરસના શું છે લક્ષણો?
જ્યારે આ વાયરસથી ચેપ લાગે છે, ત્યારે લોકો તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં અસ્વસ્થતા, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો દર્શાવે છે. શેનડોંગ અને હેનાન પ્રાંતોમાં, લેંગ્યા હેનીપાવાયરસ ચેપના 35 કેસમાંથી 26 માં તાવ, ચીડિયાપણું, ઉધરસ, ઉબકા, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તે પૂર્વી ચીનમાં તાવના દર્દીઓના ગળામાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં જોવા મળ્યું છે.

જાણો શું છે ઈલાજ?
નિષ્ણાતોનું કહેવું છે કે, આ વાયરસને કારણે હજુ સુધી કોઈનું મોત થયું નથી. પરંતુ આ કેટલું ખતરનાક હોઈ શકે છે, હાલમાં સંશોધન ચાલી રહ્યું છે. અત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ તેને રોકવા માટે પગલાં લેવા જરૂરી છે. હેનીપાવાયરસ લેંગ્યા વાયરસ માટે અત્યાર સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. આનો એક જ ઈલાજ છે, તે છે સ્વ-સંભાળ અને નિવારણનાં પગલાં.

WHOએ આ વાત કહી:
તાઈવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગ કહે છે કે, વાયરસનું માનવ-થી માનવ સંક્રમણ નથી. જો કે, તેના વિશે હજુ સંશોધન ચાલી રહ્યું છે. તે જ સમયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, લેંગ્યા વાયરસ પ્રાણીઓ અને મનુષ્યોમાં ગંભીર રોગ પેદા કરી શકે છે અને તેને જૈવ સુરક્ષા સ્તર 4 વાયરસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, મૃત્યુ દર 40-75 ટકાની વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *