ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કેટ-કેટલી મહિલા સાથે રાખતો હતો સબંધ, પણ તેને કયા ખબર હતી કે ભાંડો ફૂટશે ત્યારે થશે આવા-આવા ખેલ [ભાગ:3]

“જો તમે કેટ-કેટલી મહિલા સાથે રાખતો હતો સબંધ, પણ તેને કયા ખબર હતી કે ભાંડો ફૂટશે ત્યારે થશે આવા-આવા ખેલ નો પહેલો અને બીજો ભાગ ન વાચ્યો હોય તો નીચે કલીક કરી વાંચો”

ભાગ : 1

ભાગ : 2

ફેનિલ આ ઘટનાને બે પ્રેમીઓ વચ્ચેનો અણબનાવ સમજી વધારે ગુસ્સે થયો. પછી પાછળથી બન્ને વચ્ચે સુલેહ થઈ ગઈ હોય એમ લાગતું હતું. છેવટે આ પ્રેમપ્રકરણનો કાયમ માટે અંત આણવા ને ધર્મીના મોંએથી સાચી વાત કઢાવવા માટે એણે ધર્મી સાથે આક્રમક ઢબે વાતચીત કરવાનું નક્કી કર્યું.

ફેનિલે મોટા અવાજે કહ્યું, ”ધર્મી, બેઠી થા, મારે તારી સાથે થોડી વાતચીત કરવી છે.”શી વાત છે?” ધર્મીએ એની સામે જોઈ ધીમેથી પૂછ્યું, ફેનિલના ચહેરા પર વધારે ગંભીરતા અને રોષના ભાવ જોઈ એ પથારીમાં બેઠી થઈ ગઈ.

”તું આટલી ઉદાસ, પરેશાન અને ગભરાયેલી કેમ લાગે છે?”  “કંઈ નહીં. મારું માથું દુઃખે છે.” એ પણ થોડી વાર ચૂપ રહીને બોલી.

ફેનિલ એકાએક ઉત્તેજિત સ્વરે બોલ્યો, ”ધર્મી, તું માને છે એટલો હું નાદાન અને અંધ નથી. આજે કલબમાં જે કંઈ બન્યું, તે મેં સગી આંખે જોયું છે, છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી હું ઘણું બધું જોવા છતાં ચૂપચાપ સહન કરતો આવ્યો છું. પરંતુ આજે જે કંઈ બન્યું તે વિશે હું તારા મોંએથી સાંભળળા ઇચ્છું છું.”

”શું જોયું છે તમે, અને શું જોતા આવ્યા છો? બોલો, મને પણ ખબર પડે…” ધર્મીના સ્વરમાં સ્પષ્ટ નારાજી હતી. ”તો તું પણ સાંભળી લે. પાર્થ સાથે તું આમ મર્યાદા ઉલ્લંઘીને હળેમળે છે. તે હું જાણું છું.”

”તમે કેવી વાત કરો છો ? આ રીતે કોઈ પ્રકારના પુરાવા વિના તમે મારા પર આરોપ…” ધર્મીને અધવચ્ચે જ બોલતી અટકાવી ફેનિલ ગુસ્સે થઈ બરાડયો, ”બસ, મૂંગી મર. મારે કંઈ સાંભળવું નથી. તારા ‘ના’ કહેવાથી વાસ્તવિકતા  બદલાઈ જવાની નથી. હું એ બદમાશને બરાબર ઓળખું છું. તું આ રીતે મારી સાથે વિશ્વાસઘાત કરીને ઘરની આબરૂના ધજાગરા ઉડાડીશ, એવી મને ખબર નહોતી. આજે તારે આની સજા જરૂર ભોગવવી પડશે.”

”સજા? પણ મેં એવું શું કર્યું છે, ફેનિલ ? તમે કયા પુરાવાના આધારે મારા ચારિત્ર્ય પર આવું આળ મુકો છો?” ક્રોધ અને અપમાનને લીધે એનો સ્વર ધુ્રજતો હતો.

”મને એ વાતનો જવાબ આપ કે આજે કલબની લોનમાં બધાંની હાજરીમાં તારા ખભા પર હાથ મૂકવાની રાહુલે હિંમત કેમ કરી ? કોણ જાણે મારી ગેરહાજરીમાં ઘરમાં શું થતું હશે! હવે કહે કે આ તમામ આરોપ નિરાધાર છે?”

ધર્મી થોડી વાર કઈ બોલ્યા નહિ અને અચાનક બીલી. ”ઓહ, એમ વાત છે? તમે ત્યાર પછીની ઘટનાની વાત ન કરી. મેં પાર્થને મારેલી થપ્પડ મારો પ્રેમ પ્રદર્શિત કરતી હતી?”

”એ થપ્પડ માર્યા પછી એ તને મનાવતો હતો તે પણ મેં જોયું હતું. બોલ, તારા પ્રેમી સાથે કઈ બાબત અંગે અણબનાવ થયો હતો? તારા સિવાય બીજી સ્ત્રીઓ સાથે ચાલતાં એનાં લફરાંની તને ખબર પડી ગઈ હતી?” ફેનિલનો ચહેરો વિકૃત લાગતો હતો.

આશ્ચર્યચકિત બની ધર્મી ચૂપચાપ થોડી વાર સુધી, ફેનિલની સામે તાકી રહી. પછી એ બોલી, ફેનિલ તમે પૂછ્યું છે એટલે હું નિર્દોષ હોવા છતાં સ્પષ્ટતા જરૂર કરીશ, પહેલાં તમે કહો કે તમે જ્યારે પારકી સ્ત્રીઓ પાછળ ફરતા ત્યારે હું ઝઘડો કરતી, રડતી, પણ તમને ક્યારેય સ્પષ્ટતા કરવાની જરૂર લાગી હતી ખરી?”

ફેનિલ બોલ્યો: ”વાત બદલી નાખવાની કોશિશ ન કર, ધર્મી.” ”તમે સાચી વાત જાણવા માંગો છો ને ? તો સાંભળો, પાર્થ આજે મારી સમક્ષ એના પોતાના હલકા ચારિત્ર્યનું જ નહીં, પણ તમારી અનૈતિક વર્તણૂકનું પણ વર્ણન કરી રહ્યો હતો.” ”એટલે તું કહેવા શું માગે છે?”

”આજે એણે મને તમારી સાથે રહેલી તમન્ના વિશે જણાવ્યું. જેની સાથે તમે એના ઘરે અનેક વાર મોજ કરી છે. તમારા બિજનેસ પાર્ટનર મૌલિકની પત્ની ધ્રુવી સાથે તમે રચેલા પ્રેમના નાટક વિશે પણ તેણે મને જણાવ્યું. એટલું જ નહીં, એની પરિચિત યુવતીઓ સાથે ઓળખાણ કરાવવા તમે એની કેટલી ખુશામત કરતા હતા. તે વિશે પણ તે કહેતો હતો.”

પોતાના અંગત જીવનની ખરી બાબતોનું વર્ણન ધર્મી પાસેથી સાંભળીને ફેનિલનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો. આમ છતાં ઉપરછલ્લી રીતે મક્કમતા દર્શાવતાં એણે કહ્યું, ”એ એક નંબરનો બદમાશ અને જૂઠુ બોલનાર છે. તને ફોસલાવવા માટે એણે કપોળકલ્પિત વાતો કહી છે. તારા પતિ વિરુદ્ધ તારા મનમાં ઝેર ભરવા માટે જ એણે તારા ખભા પર હાથ મૂક્યો હતો ને તારો હાથ પકડયો હતો?”

”તમારાં પરાક્રમોનું વર્ણન કરતી વખતે એણે મારા ખભા પર એનો હાથ મૂક્યો હતો. મને તો ત્યારે એ વાતનો ખ્યાલ પણ નહોતો. હું તો સ્તબ્ધ બની તમારા વિશ્વાસઘાતને સમજવાની કોશિશ કરતી હતી.”

”ત્યારે તેં એ ન વિચાર્યું કે એ બદમાશ તને આ બધું શા માટે કહી રહ્યો છે?” મને પાછળથી ખ્યાલ આવ્યો કે એ મારા  મનમાં તમારા પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ મને સમજાવતો હતો કે, તમારા જેવા બેવફા માણસ સાથે વફાદારીપૂર્વક રહેવું જરૂરી નથી. ફેનિલ તમારા લીધે સ્ત્રીઓ સમક્ષ તો હું ઘણી વાર અપમાનિત થઈ છું.”

આટલું કહેતાં ધર્મીની આંખોમાંથી આંસુની અમીધારા વરસવા લાગી. ફેનિલને એનાં આંસુઓમાં ક્યાંય બનાવટ હોય તેમ લાગતું નહોતું.

એ ચૂપચાપ સાંભળતો રહ્યો. ધર્મીએ રૂંધાયેલા સ્વરે આગળ કહ્યું, ”મને એ ખ્યાલ આવતો હતો કે પાર્થ જે કંઈ કહેતો હતો, તે ખોટું નહોતું. તમારી પત્ની હોવાથી મેં મારી ફરજ બજાવતાં એને તમારી વિરુદ્ધ વિશેષ કંઈ ન કહેવાનું કહ્યું, જ્યારે એ ન માન્યો અને હું એની પાસેથી ખસવા ગઈ, ત્યારે એ બદમાશે પોતાનો વાસનાસભર પ્રેમ મારી સમક્ષ પ્રકટ કરતાં. મારો હાથ પકડી લીધો…”

ધર્મી ફરી રડવા લાગી. એની વાત સાંભળી જડ બની ગયેલા ધર્મીનું શું કરવું તે સમજાતું નહોતું. એણે કહ્યું, ”ધર્મી, એણે મને તારી દ્રષ્ટિમાં નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો. મારા અપમાનની તેં એને યોગ્ય સજા આપી છે. હવે વધારે ન રડીશ, નહીં તો તારું માથું દુખશે.”

પોતાનાં આંસુ લૂછતાં ધર્મીએ પહેલાં કરતાં સહેજ શાંત સ્વરે કહ્યું, ”સજાને લાયક તો એ હતો જ, પરંતુ મેં એના કોઈ ગેરવર્તન બદલ આ સજા નથી કરી.

એ મારા પતિને ચારિત્ર્યહીન સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારી સમક્ષ પ્રણયનિવેદન કરીને એણે તેના પોતાના હલકા ચારિત્ર્યનો પુરાવો તો જાતે જ આપી દીધો હતો. એ મારી સાથે અનૈતિક સંબંધ બાંધવા ઇચ્છતો હતો. એ આપણા ઘરે આવે ત્યારે હું તેમની મહેમાનગતિ એટલા માટે કરતી હતી કેેમ કે એ તમારા તમારી ઓફિસમાં તમારાથી સિનિયર છે. સારો વર્તાવ કર્યો હોય તો તમારું માન પણ સચવાય.

ફેનિલ, આ માંગણી પાછળ એની એવી ધારણા હતી કે, તમારા બન્નેની માફક હું પણ બદચલન છું. અને એણે ફેંકેલી જાળમાં ફસાઈ જઈશ. પરંતુ પાર્થે રોંગ નંબર લગાવ્યો હતો. ધર્મી પાસે તેના મલિન ઇરાદા સફળ થવાના નહોતા.

એ નિમ્ન કક્ષાના માણસે મારા તરફથી કોઈ પ્રકારનો સહયોગ ન મળવા છતાં આ પ્રકારની કોઈ ઇચ્છા પ્રકટ ન થવા છતાં માની લીધું કે હું એક ચારિત્ર્યહીન સ્ત્રી છું. એની આવી વિકૃત માનસિકતા, કલુષિત વિચાર અને ગંદી ધારણા માટે જે સજા મળવી જોઈએ તે તો મેં એને કરી જ છે.”

આટલું કહ્યાં બાદ રડતી-રડતી ધર્મી બાથરૂમમાં મોં ધોવા ચાલી ગઈ. ફેનિલને થયું કે ધર્મી પર શંકા કરીને આજે એ પોતે એની તથા પોતાની દ્રષ્ટિમાંથી ઉતરી ગયો હતો. એને પોતાને પોતાના કલંકિત ભૂતકાળ પ્રત્યે ઘૃણા જાગી હતી.

એ ક્યાંય સુધી વિચારતો રહ્યો, ‘ધર્મીની માફી માંગીને શું તે ધર્મીએ તેના પર તથા તેના જેવા બીજા દગાખોર પરિણીત પુરુષો પર મૂકેલા આક્ષેપોમાંથી મુક્ત થઈ શકશે ખરો?”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: