ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કેટ-કેટલી મહિલા સાથે રાખતો હતો સબંધ, પણ તેને કયા ખબર હતી કે ભાંડો ફૂટશે ત્યારે થશે આવા-આવા ખેલ

પાર્થ અને ધર્મી વિવેકાનંદ કલબના વિશાળ ગાર્ડનની સુમસાન અને થોડા અંધારિયા ખૂણામાં ઊભાં ઊભાં વાતો કરતાં હતાં. ફેનિલ કલબ-હાઉસની અગાશીમાં એકલો ઊભો રહી પોતાની પત્નીને આ રીતે પોતાના મિત્ર સાથે વાતો કરતી જોઈ રહ્યો હતો. ધર્મી અને પાર્થ વાતો કરતાં ઊભાં હતાં ત્યાંથી ફેનિલ દેખાતો ન હતો.

ગાર્ડનમાં ગોઠવેલા ટેબલ ખુરશી પર બેઠેલા બીજા લોકોથી દૂર સાવ એકલા અને અંધારામાં તે બન્નેને હળીમળીને વાતો કરતાં જોઈ ફેનિલ ક્રોધ અને અપમાન અનુભવવા લાગ્યો. આજે એ પોતાની નજરે એવું કંઈ જોવા ઇચ્છતો હતો, જેનાથી બન્ને વચ્ચેના અનૈતિક સંબંધો વિશેની એની શંકા વિશ્વાસમાં બદલાઈ જાય.

પાર્થ આજથી લગભગ છ-સાત મહિના અગાઉ ગામડે થી બદલી થતાં અહીં આવ્યો હતો. ફેનિલ કરતાં એનો હોદ્દો સહેજ સિનિયર અને ઉંચો હતો. ફેનિલે જ એને પોતાની કોલોનીમાં ભાડેથી મકાન મેળવી આપવામાં મદદ કરી હતી. પાર્થની પત્ની આરતી બીમાર હોવાથી પિયરમાં રેહતી અને તેમને કોઈ સંતાન ન હોતું.

સમવયસ્ક અને મુક્ત વિચારસરણી ધરાવતા પોતાના સહકાર્યકર સાથે ફેનિલની મૈત્રી ધીમે ધીમે વધતી ગઈ. બન્ને લગભગ રોજ સાથે જ ખાતાપીતા અને હરતાંફરતાં. મનમોજી પાર્થ પૈસા ખર્ચવામાં ખૂબ ઉદાર હતો. ફેનિલને એની મૈત્રી ગમવા લાગી.

પાર્થને ક્યારેય પોતાની પત્ની બીમાર હોવાનું કે પોતે નિ:સંતાન હોવાનું દુ:ખ સતાવતું નહીં. એક દિવસ એણે કહ્યું, ”ફેનિલ, મારા પર તો કુદરતના ખાસ આશીર્વાદ છે. પરિણીત હોવા છતાં હું અપરિણીત યુવકની જેમ આઝાદ છું. પથારીવશ બીમાર પત્ની આરતીની રોકટોક કે બાળકોની કોઈ ઝંઝટ નથી. તારા જેવા મિત્રોના લીધે અત્યાર સુધી આનંદથી જીવ્યો છું. અને જીવીશ.” આમ કહી એ ખડખડાટ હસી પડયો. ફેનિલ પણ એને મનગમતી વાત હોવાથી હસવા લાગ્યો.

ધર્મી સાથે લગ્ન થયા પછી થોડા જ સમયમાં ફેનિલને લાગતું હતું કે પોતે જાણે કોઈ વિચિત્ર બંધનમાં બંધાઈ ગયો હોય. એમાંય ચાર વર્ષ પહેલાં તેના પુત્ર હર્ષના જન્મ પછી તો એની અકળામણમાં વધારો જ થયો હતો. પાર્થને આ રીતે મુક્ત જીવન જીવતો જોઈ એ મનોમન વધારે વ્યાકુળ રહેવા લાગ્યો.

પાર્થ ઘણી વાર એને અનેક છોકરીઓ સાથેના પોતાના પ્રણયસંબંધોના કિસ્સા સંભળાવતો. આવી મોજીલી વાતો દ્વારા બન્ને એકબીજાની મજાક-મશ્કરી કરતા. જોકે ફેનિલના મનમાં પોતે કોઈ સુખદ અનુભવ કે મનગમતી વસ્તુથી વંચિત રહી ગયો હોય તેવી એક ચસક અવશ્ય ઊઠતી. આમ તો લગ્ન પછી પણ અનેક સ્ત્રીઓ સાથે એનાં લફરાં ચાલતાં જ હતાં, પરંતુ પાર્થની સાથે સરખાવતાં એમની કોઈ વિસાત નહોતી.

હજી એક મહિના અગાઉ ફેનિલના મનમાં એવો ખ્યાલ નહોતો આવ્યો કે, પાર્થ ધર્મી માટે પણ રસ ધરાવે છે. પણ ધીરે ધીરે તેને એવી શંકા જાગી કે પાર્થ તેની પત્ની પર નજર બગાડી રહ્યો છે.

શરૂઆતમાં તો પાર્થ પોતાના ઘરે આવે-જાય, તે પણ ધર્મીને ગમતું નહીં, ત્યારે ફેનિલ જ પાર્થ સાથે મૈત્રી રાખવા ઇચ્છતો હોવાથી ધર્મીને ફોસલાવી-પટાવીને શાંત રાખતો. ત્યાર પછી પાર્થની વાતચીત કરવાની રોચક શૈલી, ધર્મીના કુશળ ગૃહસંચાલનની પ્રશંસા અને હર્ષ સાથેના તેના પ્રેમાળ વર્તનથી વધતી જતી બન્નેની મૈત્રીએ ધર્મીનું મન જીતી લીધું હતું.

પાર્થની આ કલાનિપુણતાથી ફેનિલ પણ ત્યારે મનોમન ખુશ થયો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી એને પાર્થ ધર્મી સાથે હળેમળે કે વાતચીત કરે તે જરાય ગમતું નહોતું. પોતાની ગેરહાજરીમાં પાર્થ હર્ષને રમાડવા કે બહાર લઈ જવા પોતાને ઘરે આવે તે પણ ફેનિલને નાપસંદ હતું. પાર્થની બદદાનતનો ખ્યાલ આવતાં પળવારમાં જ તેની દ્રષ્ટિમાં પાર્થ મિત્રને બદલે શત્રુ બની ગયો હતો.

ફેનિલ એનાથી દૂર રહેવા લાગ્યો. આમ છતાં પાર્થ તો તેના શુષ્ક વર્તન પ્રત્યે આંખ આડા કાન કરી એના ઘરે આવતો રહ્યો. ફેનિલ સમક્ષ સભ્યતાનો ડોળ કરતા પાર્થ ધર્મીને પોતાની પ્રેમજાળમાં ફસાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા. ફેનિલને ન ગમતું હોવા છતાં ધર્મીના એની સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે પાર્થ એને ત્યાં અવાંછનીય વ્યક્તિ બનીને આવતો. ધર્મી પણ પાર્થની સારી સરભરા કરતી. ફેનિલને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચતી. તેના દિલમાં અંજપાનો દરિયો ઘૂઘવતો હતો.

શું ધર્મી પણ અવળે માર્ગે દોરાઈ ગઈ છે? આ પ્રશ્નથી ઉદ્ભવેલ ઇર્ષા ભાવથી વિવેક શાંતિથી ઊંઘી પણ શકતો નહીં. પાર્થના વર્તનનો ઉદ્દેશ પોતાના અનુભવના આધારે જાણી શકતો. તેથી એને પાર્થની બદદાનતનો ખ્યાલ આવી જ ગયો હતો. ધર્મી પાર્થ સાથે છૂટથી હસીને વાતો કરતી, તેથી એના મનમાં શંકા ઉદ્દભવતી હતી, પરંતુ તે માટેનો કોઈ પ્રત્યક્ષ પુરાવો એની પાસે નહોતો.

ઘણીવાર રાતે ઊંઘ ન આવે ત્યારે એ તટસ્થ ભાવે પોતાના જીવનનું વિશ્લેષણ કરતો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે ધર્મી પ્રત્યે કેટલી બેદરકારીથી વર્તન કરતો હતો. એને પોતાના મિત્રો સાથે રહેવાનું ને મોજ માણવાનું વધારે ગમતું. ઘરની તમામ જવાબદારી ધર્મી પર જ હતી.

હવે આગળ ફેનિલ પોતાના ખાસ મિત્ર સાથે શું કરશે ? અથવા પોતાની પત્ની ધર્મીને શું કહશે ? સવાલો નું લીસ્ટ તો ખુબ મોટું છે, તો બધા સવાલોના જવાબ મળશે તમને બીજા ભાગમાં, તો આ અધુરી કહાનીને પૂરી કરવા વાંચો ભાગ-2.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: