દુનિયાભરમાં કોરોનાવાયરસ એ બદલ્યો ઈદ ઉજવાનો અંદાજ, જુઓ તસવીરો

ઘણા દેશોમાં જ્યાં ગઈકાલે ઈદ ઉજવવામાં આવી, તેમજ ભારતમાં આજે ઈદની ઉજવણી થઇ રહી છે. દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાવાયરસની અસર ઇદના તહેવાર ઉપર પણ…

ઘણા દેશોમાં જ્યાં ગઈકાલે ઈદ ઉજવવામાં આવી, તેમજ ભારતમાં આજે ઈદની ઉજવણી થઇ રહી છે. દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાવાયરસની અસર ઇદના તહેવાર ઉપર પણ દેખાય છે. ચારે બાજુ સન્નાટો છવાયેલો છે. ઘણી જગ્યાએ લોકો એક સાથે નમાજ અદા કરી પરંતુ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સને ભાર આપવામાં આવ્યો. આવો તસવીરોમાં જોઇએ કે આ વખતે ઈદની ઉજવણી કેટલી ફીકી રહી.

ઈસ્તાનબુલની આ મસ્જિદમાં ઈદના દિવસે હજારોની સંખ્યામાં લોકો આવે છે. પરંતુ આ વર્ષે ઈદના દિવસે મસ્જિદ સુની પડી રહી. માત્ર બે ચાર લોકોએ નમાઝ અદા કરી.

આ તસવીર પાકિસ્તાનના લાહોરમાં બનેલી બાદશાહી મસ્જિદની છે, જ્યાં ઈદના દિવસે લોકો એ એકસાથે મળી નમાજ અદા કરી. કોરોનાવાયરસના કારણે લોકોએ મસ્જિદમાં એક-બીજાથી પૂરતું અંતર બનાવીને રાખ્યું.

કુવાલાલપૂરમના એક હોસ્પિટલમાં મુસ્લિમ ડોકટરોની પણ ફિક્કી રહી. હોસ્પિટલમાં સેવા આપી રહેલા એક ડૉક્ટરે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિવારના સભ્યોને ઈદની વધામણી આપી.

હોસ્પિટલના ડોક્ટરો અને તેના સહ કર્મીઓએ સવારના સમયે સાથે નાસ્તો કર્યો અને પછી પોતાના કામમાં લાગી ગયા. આ વર્ષે ઈદનો તહેવાર તેમના માટે બિલકુલ ફીકો રહી ગયો.

કાશ્મીરમાં રવિવારે ઉજવવામાં આવી.આ દરમિયાન કેટલાક લોકોએ ખુલ્લા મેદાનમાં સામાજિક અંતરને ધ્યાનમાં રાખતા નમાજ અદા કરી તો કેટલાક લોકોને મજબૂરીમાં ઘરમાં જ કેદ રહેવું પડ્યું.

રવિવારે શ્રીનગરમાં લોકોએ ખુલ્લા આકાશ નીચે અલ્લાહની ઇબાદત કરી. જોકે લોકો આ વખતે પહેલાની જેમ ઉજવણી ન કરી શક્યા.

શ્રીલંકામાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન કોલંબોમાં રહેતા એક પરિવારે ઘરમાં અન્ય સભ્યો સાથે ઈદની નમાઝ અદા કરી.

શ્રીલંકાના કોલંબોમાં કરફ્યુ લાગવાને કારણે લોકો ઘરમાં જ કેદ કર્યા. ઈદના દિવસે ચહેલ પહેલની જગ્યાએ દરેક જગ્યાએ શાંતિ છવાયેલી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *